રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાંથી એક વિચિત્ર ઘટના સામે આવ્યો છે જેણે જાણી તમે આશ્વર્યચકિત થઈ જશો. જેમાં જાણકારી સામે આવી છે કે, એક પત્નીએ પહેલા ખૂબ દારૂ પીધો અને પછી નાશામાં ધૂત થઈને પતિની હત્યા કરી નાખી હતી. તેની સાથે સાસુ પાસે જઈને તેને જણાવ્યું હતું કે, મેં તમારા પુત્રને મારી નાંખ્યો છે. હવે હું તમારી સાથે આ ઘરમાં જ રહીશ.
નોંધનીય છે કે, આ બાબત ડુંગરપુર જિલ્લાના સાબલા પોલીસ સ્ટેશનની છે. અહીં કાંતા નામની મહિલા દ્વારા 23 ઓગસ્ટના પોતાના પતિ નાથુની જ હત્યા કરી નાખવામાં આવી હતી. મહિલા દ્વારા સમગ્ર ઘટનાની કહાની પોતાની 65 વર્ષીય સાસુ બેવા ગલાબ યાદવને કહી દીધી હતી.
તેમ છતાં સાસુને વિશ્વાસ આવ્યો નહોતો. પછી ચાર દિવસ બાદ જઈને તેને જોયું તો પુત્રની લાશ રૂમમાં પડેલી જોવા મળી હતી. લાશ સડી ગઈ હતી અને પડોશીને દુર્ગંધ પણ આવવા લાગી હતી. ત્યારબાદ મહિલાએ પોલીસને આ બાબતને લઈને જાણ કરી અને પોતાની વહુ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી હતી.
રસપ્રદ વાત એ છે કે, મૃતક નાથુ યાદવના છ મહિના પહેલા જ વિધવા કાંતા સાથે લગ્ન કરવામાં આવ્યા હતા. લગ્ન બાદ પતિ પત્ની માતાથી અલગ બીજા ગામ મુંગેડમાં ભાડાના મકાનમાં રહેવા લાગ્યો હતો. જ્યાં મજૂરી કરીને પોતાનું જીવન પસાર કરી રહ્યા હતા. પૂછપરછમાં સામે આવ્યું છે કે, મહિલા દારૂનો નશો પણ કરતી હતી. જેના કારણે તેણે આ ઘટનાને અંજામ આપ્યો હતો. મહિલા પોતાના સાસુને આખી ઘટના જણાવીને ગુમ થઈ ગઈ હતી.
આરોપી મહિલાની સાસુ વેબા ગલાબ દ્વારા પોલીસને કહેવામાં આવ્યું હતું કે, વહૂએ કહ્યું કે, મે તારા પુત્રને મારી નાંખ્યો છે ત્યારે મને વિશ્વાસ આવ્યો નહોતો. મેં વહુને અહીં રહેવા માટે ના પાડેલી હતી. તે પોતાના પીયર બુચિયાબડા કલ્યાણપુર ચાલી ગઈ હતી. તેમ છતાં પોલીસે પીયરમાં જઈને જોયું તો વહૂ ત્યાં જોવા મળી નહોતી.
પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધીને તેની તપાસ શરુ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ હત્યાનું હજી સુધી કોઈ કારણ સામે આવ્યું નથી. મહિલાના નિવેદન બાદ જ પતિની હત્યા કેમ કરવામાં આવી તેને લઈને સમગ્ર જાણકારી સામે આવશે.