“પપ્પા, મારે મરવું નથી” મને બચાવી લ્યો, મૃત્યુ પહેલાં કાજલે એમ્બ્યુલન્સમાં પિતાને કહ્યું હતું કઇંક આવું

ઉત્તરપ્રદેશમાં ગોરખપુર જિલ્લામાં કાજલ હત્યાકાંડને 10 દિવસ થઈ ગયા છે અને આરોપી વિજય હજુ પણ ફરાર છે. પોલીસ ૧૦ દિવસથી આરોપીની શોધમાં છે. પરંતુ તે હજુ પકડાયો નથી. બીજી તરફ પિતા રાજુ નયન સિંહ તેમની પુત્રીના મૃત્યુથી સંપૂર્ણપણે ભાંગી પડ્યા છે અને કાજલે જે છેલ્લી વાત કહી છે તે યાદ આવે છે.

કાજલના પિતા રાજુ નયન સિંહના જણાવ્યા અનુસાર ગોળી વાગ્યા બાદ તે એમ્બ્યુલન્સ મારફતે પોતાની પુત્રી સાથે લખનઉ જઈ રહ્યા હતા તે સમયે જ દીકરી રડતાં-રડતાં કહેતી હતી કે, “પપ્પા, મને બચાવો, મારે મરવું નથી, કઇંક તો કરો, મારુ ઓપરેશન કરવો જેથી હું બચી શકું.” રાજુએ તેની દીકરીને ખાતરી આપી હતી કે તેની યોગ્ય સારવાર કરવામાં આવશે અને તે બચી જશે.

દીકરીને હૉસ્પિટલમાં લઈ ગયા પછી પિતાએ વિચાર્યું કે તે બચી જશે. પરંતુ એવું ન થઈ શક્યું. ચાર દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી અને ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ કાજલના પેટમાંથી ગોળી કાઢી શકાયી ન હતી અને વાગેલી ગોળીએ કાજલનો જીવ લીધો હતો. પુત્રીના મોત બાદ માતા-પિતા ભાંગી પડ્યા છે. કાજલના મોત બાદ હવે તેના માતા-પિતા માત્ર પોલીસને તેના હત્યારાઓને પકડવા ની માંગ કરી રહ્યા છે અને કાજલના હત્યારાઓને કડકમાં કડક સજા ની માંગ કરી રહ્યા છે. જોકે, હજુ સુધી પોલીસ એક પણ દુષ્કર્મીને પકડવામાં કામયાબ થઈ નથી.

20 ઓગસ્ટની રાત્રે આરોપી વિજય પ્રજાપતિ તેના સાથીઓ સાથે પૈસાના વ્યવહારોને કારણે રાજુ નયનસિંહના ઘરે આવ્યો હતો. જ્યાં આ શખ્સોએ રાજુને મારવાનું શરૂ કર્યું હતું. કાજલે તેના પિતાને બચાવવાનો પ્રયાસ કર્યો અને સાથે જ તેણે વીડિયો બનાવવાનું પણ શરૂ કર્યું.

કાજલને વીડિયો બનાવતા જોઈને વિજય ગુસ્સે થયો અને કાજલ પાસે જઈને ગોળી મારી દીધી. કાજલનો મોબાઈલ લઈને તમામ આરોપીઓ ભાગી ગયા હતા. બુધવારે લખનઉમાં સારવાર દરમિયાન ઘાયલ કાજલનું મોત નીપજ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ કાજલને પેટમાં ગોળી વાગી હતી. જેને કાઢી ન શકાતા કાજલનું મોત થયું હતું.

Scroll to Top