મહિલા સરપંચ પાસેથી મળી આવી કરોડોની સંપતિ, આ રીતે વૈભવી જીવન પસાર કરી રહી હતી

મધ્યપ્રદેશના રીવા જિલ્લાના બૈજનાથ ગામની મહિલા સરપંચ ચર્ચામાં આવી છે. તેના પાછળ તેની કરોડોની સંપતિ રહી છે. મધ્યપ્રદેશના રીવા જિલ્લાના બૈજનાથ ગામની મહિલા સરપંચના ત્યાં લોકોયુક્તની રેડ પાડવામાં આવી તે દરમિયાન મહિલા સરપંચના ત્યાંથી કરોડોની સંપત્તિ મળી હતી.

આ રેડ દરમિયાન જાણવા મળ્યું હતું કે, એક નાના ગામની સરપંચ દ્વારા ઘરમાં જ સ્વિમિંગ પૂલ પણ બનાવી દેવામાં આવ્યો હતો. લોકાયુક્ત દ્વારા જ્યારે તેમના ઘરે રેડ પાડવામાં આવી ત્યારે હાઇવા ટ્રક સહિત 30 ભારે વાહનો ઉભેલા જોવા મળ્યા હતા.

જ્યારે રિવાના બૈજનાથ ગામમાં સવારના સમયે લોકાયુક્ત પોલીસની ટીમ દ્વારા મહિલા સરપંચ સુભા જીવેન્દ્ર સિંહ ગહરવારના ઘરે રેડ પાડવામાં આવી હતી. લોકાયુક્તની ટીમ દ્વારા સરપંચના ઘરે ધનની વર્ષા જોઇને ચકિત થઈ ગઈ હતી. તેમના ઘરમાંથી કુલ 11 કરોડથી વધારેની સંપત્તિ મળી આવી છે. તેની સાથે ઘરમાં લાખોના સોના-ચાંદીના ઘરેણા, 26 ભૂખંડ સહિત 30 ભારે વાહનો પણ મળી આવ્યા છે. કરોડોના મકાન અને ઘરમાં સ્વિમિંગ પૂલ પણ જોવા મળ્યો છે.

લોકાયુક્ત પોલીસની ટીમ દ્વારા દસ્તાવેજ જોયા બાદ સરપંચના ઘરેથી 30 હેવી વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે. તેની સાથે ચૈન માઉન્ટેન, જેસીબી મશીન, હાઇવા ટ્રક, ડમ્પર, લોડર મશીન, પાણીના ટેન્કર, સ્કોર્પિયો, બોલેરો સહિત અનેક વાહનો જોવા મળ્યા હતા. જ્યારે સરપંચના 1-1 એકરમાં બનેલા કરોડો રૂપિયાના બે મકાનની પણ જાણકારી સામે આવી છે.

જ્યારે મકાન એટલા ભવ્ય બનાવવામાં આવ્યા હતા કે તેમાં સ્વિપિંગ પૂલ પણ જોવા મળ્યા હતા. તેની સાથે 20 લાખની કિંમતના સોના-ચાંદીના ઘરેણા પણ લોકાયુક્તની ટીમને મળી આવ્યા હતા. આ બાબતમાં વધુ એક જાણકારી સામે આવી છે જેમાં સરપંચ સુભા જીવેન્દ્ર સિંહ ગહરવારના લગભગ 36 ભૂખંડ રહેલા છે જેમાં 12 ભૂખંડની રજિસ્ટ્રી મળી આવેલ છે. બાકીની જાણકારી મેળવવા માટે લોકાયુક્તની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

મહિલા સરપંચના અગ્રીકલ્ચર પ્લોટ વિશે પણ જાણકારી મળી આવેલ છે. જેમાં અનેક રજીસ્ટ્રી પણ કરવામાં આવી નહોતી. કહેવામાં આવી રહ્યું છે કે, લોકાયુક્ત પોલીસની કાર્યવાહી દરમિયાન અત્યાર સુધીમાં લગભગ 11 કરોડ રૂપિયાથી વધારે બ્લેક મની મળી આવેલ છે. જ્યારે હજુ પણ વધારે સંપત્તિ મળી આવે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. મહિલા સરપંચ સામે લોકાયુક્ત પોલીસની ટીમ દ્વારા આવકથી વધારે સંપત્તિની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેના બાદ લોકાયુક્ત પોલીસની ટીમ દ્વારા કોર્ટથી સર્ચ વોરન્ટ લઇને તેમના ઘરે સવારના 4 કલાકે રેડ પાડવામાં આવી હતી.

Scroll to Top