પાસ કન્વીનર હાર્દિક પટેલે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી સાથે મુલાકાત કરી હતી.બન્ને વચ્ચે 2019 લોકસભા ચૂંટણીને લઈને ચર્ચા થઈ હતી.2019 લોકસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસ માટે હાર્દિક પટેલે પ્રચાર કરાવાનો નિર્ણય લીધો છે.
મમતા બેનરજી સાથેની મુલાકાત બાદ હાર્દિક પટેલે આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે,મમતા દીદીએ મને તેમની પાર્ટીમાં જોડાવા આમંત્રણ આપ્યું છે.મને જ્યાર જરૂર જણાશે ત્યારે મમતાજીનો સાથ લઈશ.તો બીજી તરફ હાર્દિક પટેલે મમતા બેનરજીને ગુજરાત આવવા માટે પણ આમંત્રણ આપ્યું હતું.
क्या बात है !! सादगी का मतलब ममता दीदी
आज में लेडी गांधी और वेस्ट बेंगॉल के मुख्यप्रधान @MamataOfficial को मिला
दीदी ने मुझे कहा कि प्रामाणिकता,होशियारी,पारदर्शिता और अपने विचारों से आगे बढ़ो भगवान आपको सफलता देगा
दीदी ने अपने ओफिस से मुझे कलकत्ता का नज़ारा दिखाया ।। pic.twitter.com/fwXiGpWVUf— Hardik Patel (@HardikPatel_) February 9, 2018
હાર્દિકે મમતા બેનરજીની સરખામણી લોખંડી મહિલા ઈન્દિરા ગાંધી સાથે કરી હતી અને ગુજરાતની મહિલાઓ માટે લડવા ગુજરાત આવવા આમંત્રણ આપ્યુ હતું. ઉલ્લેખનીય છે કે પાટીદાર અગ્રણી હાર્દિક પટેલે ટ્વીટ કરી હતી આ ટ્વીટમાં વેસ્ટ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી સાથેની કેટલીક તસ્વીરો પણ તેણે શેર કરી હતી.