અદાણી કે અંબાણી આ વર્ષે 2021 માં કોણે રોકાણકારોને કરાવી છે સારી એવી કમાણી? જાણીને થઈ જશો ચકિત….

એશિયા અને ભારતના સૌથી વધુ ધનિક અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી લાંબા સમયથી દુનિયાના અમીરની યાદીમાં 12 મા નંબર પર રહેલા છે. જયારે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી પણ દુનિયાના અમીરોની યાદીમાં ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યા છે.

ત્યારે આ બંનેની કંપનીઓ દ્વારા રોકાણકારોને વર્ષ 2021માં અત્યાર સુધીમાં કેટલી કમાણી કરવામાં આવી તેનો સવાલ બધાને જરૂર થતો હશે. તો આવો જાણીએ રોકાણકારો માટે અંબાણી અને અદાણીમાંથી કોણ આ વખતે વધુ ફાયદાકારક રહેલ છે.

રિલાયન્સ સારુ રિટર્ન આપવામાં નિષ્ફળ રહી: દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી અને તેમની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપની આ વર્ષે રોકાણકારોને સારું રિટર્ન આપવામાં સફળ રહી નથી. જયારે મોટા કોર્પોરેટ હાઉસની વાત કરવામાં આવે તો મુકેશ અંબાણીના રિલાયન્સ ગ્રુપ દ્વારા રોકાણકારોને સૌથી ઓછું રિટર્ન આપવામાં આવ્યું છે.

આ વર્ષની શરૂઆતના 8 મહિનામાં રિલાયન્સ ગ્રુપ અને અદાણી ગ્રુપ સહિત છ અન્ય કંપનીઓ દ્વારા શેર બજારમાંથી થયેલી કમાણીના 30 ટકા જ જનરેટ કરવામાં આવ્યા છે.

ગૌતમ અદાણી દ્વારા રોકાણકારોને માલામાલ કર્યા: તેમ છતાં દેશના દિગ્ગજ બિઝનેસમેન ગૌતમ અદાણીનું અદાણી ગ્રુપ દ્વારા વર્ષ 2021ના પ્રથમ 8 મહિનામાં રોકાણકારોને કમાણી કરવા માટે સારી તકો આપવામાં આવી છે. જયારે તાજેતરમાં અદાણી ગ્રુપની ઘણી કંપનીઓના શેરમાં જોરદાર સેલિંગ કરાયું છે, તેમ છતાં રોકાણકારોના રૂપિયા વધારવાની બાબતમાં અદાણીની કંપનીઓ દ્વારા શાનદાર પ્રદર્શન રહ્યું છે.

Scroll to Top