સિદ્ધાર્થ શુક્લાનાં અવસાન બાદ એ જાણવા મળી રહ્યું છે કે, આજે તેનાં અંતિમ સંસ્કાર ગુરુવારની સાંજ સુધી કરી દેવાશે. પરંતુ પોસ્ટમોર્ટમમાં મોડુ અને પોલીસ તપાસ વચ્ચે આ શક્ય નથી. ગુરુવારના 4 કલાક સુધી તેનાં શવનું પોસ્ટમોર્ટમ ચાલ્યું હતું.
જેમાં પાંચ ડોક્ટર્સની ટીમે તેનાં શવનું પોસ્ટમોર્ટમ કર્યું હતું. પોસ્ટમોર્ટમની વીડિયોગ્રાફી પણ કરાઈ છે. આજે સવારે 11 વાગ્યના સિદ્ધાર્થ શુક્લાની બોડી તેના પરિવારને સોંપી દેવાશે. શુક્રવારના તેનાં પાર્થિવ શરીર પહેલા જુહૂ સ્થિત બ્રહ્માકુમારી ઓફિસ જશે, ત્યાં તેની આત્માની શાંતિ માટે કેટલીક પૂજા કરાશે.
ત્યારબાદ ત્યાંથી તેમનું પાર્થિવ શરીર ઘરે લઇ જવામાં આવશે. તેની માતા રીટા શુક્લા બ્રહ્માકુમારીઝ સંસ્થાની સાથે લાંબા સમય સુધી જોડાયેલા છે. આ જ કારણ છે કે, છેલ્લા થોડા સમયથી સિદ્ધાર્થ શુક્લા પણ બ્રહ્માકુમારી સંસ્થા સાથે જોડાઇ ગયા હતા.
પોસ્ટમોર્ટમ બાદ આજે મુંબઇ પોલીસ અધિકારિક નિવેદન જાહેર કરવામાં આવશે. પોલીસ તરફથી હજુ સુધી કોઇ જ ઓફિશિયલ સ્ટેટમેન્ટ સામે આવ્યું નથી. હવે પોસ્ટમોર્ટમની રિપોર્ટ મુજબ નિવેદન જાહેર કરાશે.
સૂત્રો અનુસાર, કેસ્યુઆલિટી વાર્ડમાં કઘણી વખત સિદ્ધાર્થ શુક્લાની બોડીની બારીકાઇથી તપાસ કરવામાં આવી છે અને ડોક્ટર્સને તેની બોડી પર કોઈ ઇજાના નિશાન મળ્યું નથી. મુંબઇ પોલીસે અભિનેતા સિદ્ધાર્થ શુક્લાની માતા બહેન અને જીજાનું નિવેદન દાખલ કરેલ છે.