દિલ્લી વિધાનસભામાં મળી આવી લાલ કિલ્લાથી જોડાયેલ સુરંગ, જલ્દી જ સામાન્ય લોકો માટે ખુલશે

તાજેતરમાં દિલ્હી વિધાનસભાની ધરતીની અંદર એક સુરંગ મળી આવી છે અને આ સુરંગ લાલ કિલ્લાથી મળી આવી છે. દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ રામ નિવાસ ગોયલનું કહેવું છે કે, આ સુરંગનું નિર્માણ ક્યારે થયું, તેના વિશેમાં હજુ કોઇપણ સ્પષ્ટ જાણકારી સામે આવી નથી પરંતુ માનવામાં આવી રહ્યું છે કે, સ્વતંત્રતા આંદોલન દરમિયાન હિંસાથી બચવા માટે અંગ્રેજોએ આ સુરંગનો ઉપયોગ કર્યો હતો.

તેમણે જણાવ્યું છે કે, આ સુરંગની શરૂઆત તો શોધી લેવાઈ છે પરંતુ પરંતુ તેને વધુ ખોદવામાં આવી નથી. તેમણે જણાવ્યું છે કે, ‘ટૂંક સમયમાં જ અમે આ સુરંગનું સમારકામ કરીશું. ત્યાર બાદ તેને સામાન્ય જનતા જોઈ શકશે. અમને આશા છે કે, સુરંગનું સમારકામ આગામી વર્ષે 15 ઓગસ્ટ સુધીમાં પૂર્ણ થઈ જશે.

વિધાનસભા અધ્યક્ષે જણાવ્યું છે કે, “દિલ્હી વિધાનસભાની અંદર બનેલી સુરંગની સાથે ફાંસીઘરને સામન્ય લોકો માટે ખોલવાની તૈયારી છે.” ગોયલે જણાવ્યું છે કે, “૭૫ માં વર્ષની વર્ષગાઠમાં આગામી ૨૬ જાન્યુઆરી અથવા ૧૫ ઓગસ્ટ પહેલા તેને એક સ્વરૂપ આપીને સામાન્ય જનતા માટે ખોલવામાં આવશે.

તેમને જણાવ્યું છે કે, ‘પર્યટન વિભાગને શનિવાર અને રવિવારના વિધાનસભામાં લોકોને લાવવાની પરવાનગી મળશે, તેના અનુસાર વિધાનસભાનું માળખું તૈયાર કરવામાં આવશે. તેમને જણાવ્યું છે કે, “તેમ છતાં તેના ઈતિહાસ પર કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, પરંતુ તેનો ઉપયોગ અંગ્રેજોએ સ્વતંત્રતા લડવૈયાઓને સ્થાનાંતરિત કરવા માટે પ્રતિશોધથી બચવા માટે કરવામાં આવ્યો હતો.

Scroll to Top