કળયુગી માતાએ પોતાની બાળકીને 19 બિલાડીઓની સાથે રૂમમાં બંધ કરી દીધી, પોલીસ પહોંચી તો. . .

એક કળયુગી માતા દ્વારા પોતાની બાળકીને 19 બિલાડીઓ સાથે અંધકાર રૂમમાં બંધ કરી દેવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. માતા દ્વારા પોતાની 6 વર્ષની પુત્રી સાથે આ ખરાબ કૃત્ય કરવામાં આવ્યું છે. એ રૂમમાં બારી પણ નહોતી, ના તો ઉજવાળું હતું.

બાળકીની હાલત એવી થઈ ગઈ હતી કે, તેને જીવંત રહેવા માટે બિલાડીઓનો ખોરાક ખાવો પડ્યો હતો. ત્યાર બાદ જ્યારે પોલીસ તે રૂમમાં પહોંચી તો પોલીસના અધિકારીઓ માત્ર આશ્ચર્યચકિત જ નહોતા થયા પરંતુ આશ્ચર્યચકિત થઈ ગયા કે, કોઈ માતા પોતાના બાળક સાથે આવું કેવી રીતે કરી શકે.

વાસ્તવમાં, આ કેસ રશિયામાં આવેલ ઉત્તર મોસ્કોનો છે. રિપોર્ટ્સ મુજબ, મહિલાનું નામ એલ્પ્રિકા છે. તેણે પોતાની છ વર્ષની બાળકીને રૂમમાં બંધ કરી દીધી કારણ કે, તેને તે પસંદ નહોતી. તેને પોતાની બાળકીને ઉપાડીને 19 બિલાડીઓની સાથે ડરામણી રૂમમાં બંધ કરી દીધી.

ઘણા દિવસો સુધી છોકરી તેમાં બંધ રહી હતી. બાળકી બિલાડીઓ સાથે એક જ રૂમમાં રહેતી હતી. એટલું જ નહીં તેને જીવંત રહેવા માટે બિલાડીનું ખાવાનું ખાવું પડ્યું હતું. સદનસીબે તેનો જીવ બચી ગયો હતો.

રિપોર્ટ મુજબ, એલ્પ્રિકાએ માસૂમ બાળકીને બિલાડીઓ સાથે બંધ કરી દીધી હતી અને તે પોતે પોતાની મોટી પુત્રી સાથે બંગલાના શાનદાર ઘરમાં રહેતી હતી. તેની સુચના જ્યારે પોલીસને કોઈ દ્વારા આપવામાં આવી તો તેઓ દ્વારા બાળકીને બચાવી લેવામાં આવી હતી. બાળકીની હાલત એવી હતી કે, તે માનવીની ભાષા પણ સમજી શકતી નહોતી. તે બિલાડીઓની જેમ ચાલવાનું પ્રયત્ન કરવા લાગી હતી.

પોલીસે ત્યાર બાદ બાળકીની માતાની ધરપકડ કરી લીધી હતી. આરોપી મહિલા દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, તેણે પોતાની પુત્રીના સ્વભાવમાં ત્રણ વર્ષની ઉમરમાં જ વિચિત્ર ફેરફારો જોયા, ત્યાર બાદ તેને બાળકીને બિલાડીઓની સાથે બંધ કરી દીધી હતી. જ્યારે મોટી પુત્રીને તેમને પોતાની સાથે રાખી હતી. બાળકી પર આવો અત્યાચાર કરવા બદલ કોર્ટે તેને જેલની સજા ફટકારી દીધી છે.

રિપોર્ટમાં આ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, આરોપી માતા પોતાની બાળકીને ક્યારેય પણ ડોક્ટરની પાસે લઇને ગઈ નહોતી, અત્યાર સુધી તે સ્કૂલ પણ ગઈ નથી. તેમ છતાં બાળકીને તેમના સંબંધીઓના સોંપી દેવામાં આવી છે. તે લોકો તેની સંભાળ રાખી રહ્યા છે. પોલીસે એ પણ જણાવ્યું છે કે, હવે બાળકીની તબિયતમાં ધીમે-ધીમે સુધારો આવી રહ્યો છે.

Scroll to Top