ગુજરાતમાં નશીલા પદાર્થ પર પ્રતિબંધ હોવા છતાં પણ અનેક વખત નશીલા પદાર્થની હેરાફેરી કરવામાં આવતી ઘટના સામે આવતી રહે છે. જ્યારે આજે આ બાબતમાં અમદાવાદથી તેવી જ એક ઘટના સામે આવી છે.
આજે ફરી એક વખત અમદાવાદ એરપોર્ટ પર કોકિન ના જથ્થા સાથે એક આફ્રિકનની NCB દ્વારા ધરપકડ કરાઈ છે. કેમકે કોકિન ની કિંમત આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કરોડોની કિંમત રહેલી હોય છે. આવા નશીલા પદાર્થ અનેક વખત NCB દ્વારા પકડવામાં આવે છે.
અમદાવાદ એરપોર્ટ પર દુબઈથી અમદાવાદ લાવવામાં આવેલ કોકિન 4.2 કિલોના જથ્થા સાથે એક આફ્રિકનની NCB દ્વારા ધરપકડ કરાઈ છે. જેના કારણે મોટી હેરાફેરી પકડાઈ આવી છે. જયારે આ સમગ્ર ઘટનામાં જાણવા મળ્યું છે કે, NCB ના અધિકારીઓ દ્વારા અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી જાંબુ નાગરિકની અટક કરીને તેની પાસેથી 6 કરોડ રૂપિયાની કિંમતનો બે કિલો ગ્રામ કોકિન નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસ દ્વારા આરોપીની શોધખોળ કરતા તેના પાસેથી કોકિન નો જથ્થો મળી આવતા ખળભળાટ મચી ગયો છે. જ્યારે આ આ બાબતમાં એનસીપીના અધિકારીએ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તેની સાથે, આ કોકિન નો આંતરરાષ્ટ્રીય ભાવ 6 કરોડનો માનવામાં આવી રહ્યો.
NCB ના અધિકારીઓ દ્વારા આ કોકિન કઈ જગ્યાએ પહોંચાડવાનું હતું તેની તપાસ હાથ ધરવામાં આવી છે. વહેલી સવારના દુબઈથી આવેલી ફલાઈટમાં 2 કિલો કોકિન લઈને એક વિદેશી નાગરિક આવી રહ્યો હોવાની જાણકારી NCB ની ટીમને મળી આવી હતી. તેના આધારે ટીમ દ્વારા એરપોર્ટ પર નજર રાખવામાં આવી અને આ વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો હતો.
જ્યારે ઝડપાયેલો વિદેશી નાગરિક જોન હેંચાબીલા પોતાની સાથે રાખેલ હેન્ડબેગમાં આ કોકિન ક્યાંથી લાવ્યો અને અમદાવાદમાં કોને સપ્લાય કરવાનો હતો તેને તપાસ શરુ કરાઈ છે.