ભૂતપૂર્વ પ્રેમીએ પરિણીત પ્રેમિકાને મરી જવાની ધમકી આપ્યા બાદ વારંવાર આચર્યું દુષ્કર્મ, પછી કર્યું કંઇક આવું…..

અમદાવાદમાં શહેરમાં સતત દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. અમદાવાદમાં સતત યુપી-બિહાર જેવી ઘટના સામે આવી છે. અમદાવાદ શહેરના સોલા પોલીસમાં આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં એક બાળકની માતાને લગ્ન બાદ પણ પ્રેમી દ્વારા મરી જવાની ધમકીઓ આપી ભગાડી લઈ જવામાં આવી અને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.

જ્યારે અલગ-અલગ ગેસ્ટ હાઉસ અને ટ્રાવેલ્સ બસમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા આ બાબતમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેમ છતાં આરોપી પરિણીત પ્રેમિકાને ભગાડી અમદાવાદ આવ્યો ત્યારે તેને પરિવારજનોનો ભય લાગ્યો અને તે માટે પોતે પહેલા તેને ઝેર પીધું અને બાદમાં પરિણીતાને પણ ઝેર પીવડાવી દેવામાં આવ્યું હતું.

જ્યારે સોલા પોલીસ દ્વારા અક્ષય ભરવાડ નામના આરોપીની દુષ્કર્મ અને હત્યાની પ્રયત્નના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. તેની સાથે જાણવા મળ્યું છે કે, અક્ષય ભરવાડ નામના યુવક અને એક યુવતી એકબીજાના પ્રેમમાં પાંચેક વર્ષથી રહેલા હતા. પરંતુ પરિવારજનોને જાણ કરવામાં આવતા યુવતીના અન્ય યુવક સાથે લગ્ન કરાવી દેવામાં આવ્યા હતા.

યુવતી દ્વારા નવું ઘર માંડતા જ તેણે અક્ષય સાથે સંપર્ક રાખ્યો નહોતો. પરંતુ અક્ષય હજુ પણ આ યુવતીના પ્રેમમાં પાગલ થયેલો હતો. આ વાત જ્યારે આગળ વધી ત્યારે એક દિવસ પરિણીતાને સાસરેથી પિયર બોલાવવામાં આવી અને બાદમાં યુવક દ્વારા તેને ભગાડી જવામાં આવી હતી.

તેની સાથે પોલીસ તપાસમાં જાણકારી સામે આવી છે કે, બને પાંચેક વર્ષથી પ્રેમમાં રહેલા હતા. પરંતુ દોઢેક વર્ષથી ફરી અક્ષય ભરવાડ આ યુવતીના સંપર્કમાં આવી ગયો હતો. જ્યારે આ પરિણીતાને લઈને તે ભાગી ગયો ત્યારે અન્ય એક યુવતી અને યુવક મિત્ર પણ સાથે રહ્યા હતા. તે બંને પણ એકબીજાને પ્રેમ કરી રહ્યા હતા.

જ્યારે યુવક દ્વારા ભગાડીને દ્વારકા, રાજકોટ, આબુ, અંબાજી, રણુજા અને કચ્છ જેવી અલગ-અલગ જગ્યાઓ પર પરિણીતાને લઇ જવામાં અને ત્યાં ગેસ્ટ હાઉસમાં અને ચાલુ ટ્રાવેલ બસમાં તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. પરિણીતા દ્વારા ભાગવાની ના પાડવામાં આવી ત્યારે યુવકે હું મરી જઈશ તેવી ધમકી પણ આપવામાં આવી હતી. જ્યારે દુષ્કર્મ ગુજારતી વખતે પણ ધમકીઓ આપી હોવાનું જાણકારી સામે આવી છે.

ત્યાર બાદ અમદાવાદ આવ્યા ત્યારે પરિવારનો ભય લાગતા બંને રેલવે ફાટક પણ ગયા હતા. ત્યાં આરોપીએ સાથે મરી જવાનું કહી ઝેરની અડધી બોટલ પી લીધી અને બાદમાં પરિણીતાને પણ ઝેર પીવડાવ્યું દેવામાં આવ્યું હતું. તેમ છતાં પરિવારજનોના આવી જતા બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યાર બાદ પોલીસને જાણ કરતા જ પોલીસ દ્વારા ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આ બાબતમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Scroll to Top