ટિકટોક સ્ટાર તરીકે જાણીતી પોલીસકર્મી અલ્પીતા ચૌધરી તાજેતરમાં એક વીડિયોને કારણે ફરીથી વિવાદમાં આવી ગઈ હતી, જેના કારણે તેને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવી હતી. જ્યારે આવી એક ઘટના ઉત્તર પ્રદેશના આગ્રા શહેરથી આવ્યો છે.
આ કિસ્સામાં સામે આવ્યું છે કે, જેમાં એક મહિલા પોલીસકર્મી હાથમાં રિવોલ્વર સાથે ડાયલોગ્સ બોલવાનો વિડીયો વાયરલ થઈ ગયો છે. તેની સાથે આ વિડીયોએ તેમની મુશ્કેલી વધારી દીધી છે. તેમ છતાં આ કેસમાં મહિલા સામે કોઈ પગલાં ભરવામાં આવે તે પહેલા જ તેના દ્વારા સામેથી રાજીનામું આપી દેવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, આગ્રાના એમએમ ગેટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનાર મહિલા પોલીસ કોન્સ્ટેબલ પ્રિયંકા મિશ્રાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં પર વાયરલ થઈ ગયો છે. આ વીડિયોમાં પ્રિયંકા મિશ્રા પોલીસ વર્દીમાં હાથમાં રિવોલ્વર સાથે જોવા મળી રહી છે.
વીડિયોના બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક પણ વાગી રહ્યું છે અને અમુક ડાયલોગ સંભળાઈ રહ્યા છે. આ ડાયલોગના શબ્દો “હરિયાણા અને પંજાબ તો ખાલી બદનામા છે, ક્યારેક ઉત્તર પ્રદેશ આવો, રંગબાજી શું હોય છે અમે તમને જણાવીએ.” સંભળાઈ રહ્યા છે. જેના કારણે તે ચર્ચામાં આવી ગઈ છે.
જ્યારે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ પ્રિયંકા મિશ્રાને ટ્રોલ કરવાનું શરુ કરી દેવામાં આવી હતી. લોકો આ વીડિયો પર નકારાત્મક પ્રતિક્રિયા આપવા લાગ્યા હતા. જેના લીધે પ્રિયંકા મિશ્રાએ ડિપ્રેશનમાં આવીને એસએસપી મુનિરાજને રાજીનામું આપી દીધું હતું.
તેની સાથે પ્રિયંકા મિશ્રાનો વીડિયો વાયરલ થતા જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેના ફોલોવર્સ પણ વધવા લાગ્યા હતા. જ્યારે એક અઠવાડિયામાં જ તેણીના હજારો ફોલોવર્સ પણ થઈ ગયા હતા. ઇન્સ્ટાગ્રામ પર એક અઠવાડિયાની અંદર જ 15 હજારથી વધારે તેના ફોલોઅર્સ થઈ ગયા હતા.
તેમ છતાં બાદમાં પ્રિયંકા દ્વારા વર્દીમાં બનાવવામાં આવેલ તમામ વીડિયો ડિલિટ કરી નાખવામાં આવ્યા હતા. ત્યાર બાદમાં તેને સોશિયલ મીડિયા પર આવીને માફી પણ માંગી હતી. જ્યારે બીજી તરફ પોલીસ અધિકારી દ્વારા કહેવામાં આવ્યું છે કે, પ્રિયંકાનું રાજીનામું આવ્યું છે, પરંતુ તેના પર કોઈ નિર્ણય લેવાયો નથી.