વિડિયો: રસી લેવામાં અંધશ્રદ્ધાની અતિશયોક્તિનો વીડિયો થયો વાયરલ, મહિલા આરોગ્યકર્મીએ દૂર કર્યો ભ્રમ

પાટણના દુધારામપુરા ગામે અંધશ્રદ્ધાની અતિશયોક્તિનો એક વીડિયો સામે આવ્યો છે. હાલમાં સરકાર દ્વારા કોરોના વેક્સિનેશન મહાભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેમાં છતાં કેટલાક લોકો વેક્સિન લેવા માટે જતા નથી.

આવા સંજોગામાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા ઘરે ઘરે જઈને વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી રહી છે. તેમ છતાં કેટલાક જડ બુદ્વિના લોકો વેક્સિન લેવા માટે અવનવા બહાન કાઢી વેક્સિનેશનથી દૂર ભાગી રહ્યાં છે.

આ કિસ્સો દુધારામપુરા ગામનો છે. જ્યારે એક મહિલા આરોગ્ય કર્મચારી ગામમાં વેક્સિનેશનની કામગીરી કરી રહી હતી ત્યારે એક વૃદ્વે વેક્સિન લેવાનો ઈન્કાર કરી દીધો હતો. તેની પાછળનું કારણ હતું અંધશ્રદ્વા. વૃદ્વે મહિલા કર્મચારીને વેક્સિન ન લેવા માટે કહ્યું કે, અમારે રસી લેવી હોય તો માતાજીની રજા લેવી પડે. માતા રજા આપશે તો જ રસી લઈશું.

નર્સે ફટાફટા હાથમાં માળા લઈ વૃદ્વનો ભ્રમ દૂર કરવાનો પ્રયાસ કર્યો. અને વૃદ્વની ઈચ્છા પ્રમાણે વેણ વધાવો લેવા માંડી. મહિલા કર્મચારીની સુઝબુઝથી ત્યાં હાજર લોકો પણ દંગ રહી ગયા હતા. જુઓ રસપ્રદ વિડિયો:

https://twitter.com/i/status/1434741761805455364

વૃદ્વની બહાનાબાજી સામે મહિલા આરોગ્યની કર્મચારી પણ સવાઈ નીકળી એને પણ કહી દીધું કે હું પણ ભૂવી છું મને પણ વેણ વધાવો જોતા આવડે છે અને બંનેએ વેણ વધાવો કરી માતાજીના માળાના મણકા ગણી કોરોનાની રસી લેવા માટે સંમતિ મેળવી લીધી. ત્યારબાદ વૃદ્વ પાસે કોઈ બહાનું રહ્યું નહી. આ વીડિયો સોશિયલ મીડિયા પર હાલ ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

Scroll to Top