BJP સાંસદ અર્જુનસિંહ ના ઘર પાસે બોમ્બ ફેકવામાં આવ્યા, રાજ્યપાલે કહ્યું” હિંસા ઊભી નથી રહેતી એ એક ચિંતા નો વિષય છે”

પશ્ચિમ બંગાળની ઉત્તર 24 પરગણા બેઠક પરથી ભાજપના સાંસદ અર્જુન સિંહના ઘરે ત્રણ ક્રૂડ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. ઘરમાં સુરક્ષા કર્મચારીઓની હાજરી બાદ પણ આ ઘટના બની હતી. રાજ્યના રાજ્યપાલ જગદીપ ધનખરે પણ મંગળવારે રાત્રે બનેલી ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે.

ઘર પર બોમ્બ ફેંકાયા ત્યારે સાંસદ અને પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અર્જુન સિંહ હાજર ન હતા. તેના પરિવારના સભ્યો તે સમયે ઘરે હતા. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘરમાં લગાવેલા સીસીટીવી કેમેરાની તપાસ કરી જેથી બોમ્બ ફેંકનારાઓનો તાગ મેળવી શકાય.

અત્યાર સુધી, બોમ્બ ફેંકનારા લોકો કે ઘટના પાછળનો હેતુ જાણી શકાયો નથી. આ ઘટના અંગે ટ્વિટ કરતા રાજ્યપાલ જગદીપ ધનખરે કહ્યું, ‘પશ્ચિમ બંગાળમાં હિંસા અટકી હોય તેવા કોઈ સંકેતો મળી રહેલા નથી. સાંસદ અર્જુન સિંહના ઘરની બહાર બોમ્બ બ્લાસ્ટ થયા છે, જે કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ ચિંતાનો વિષય છે.

મને આશા છે કે બંગાળ પોલીસ દ્વારા આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. તેમની સુરક્ષાની બાબત મુખ્યમંત્રી મમતા બેનર્જી એ પહેલેથી જ સક્ષમ પગલાં ભરવામાં આવ્યા છે. આ ઘટના બાદ બંગાળમાં ચૂંટણી પછીની હિંસાની યાદો ફરી એકવાર તાજી થઈ છે.

Scroll to Top