દુનિયામાં કોરોના જેવી ઘણા પ્રકારની મહામારી આવી હતી જેને લાખો લોકોના જીવ લીધા. હાલમાં, કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં તબાહી મચાવી છે. કોરોના મહામારીને કારણે લાખો લોકોએ જીવ ગુમાવ્યા છે.
500 વર્ષ પહેલા પણ એક આવી મહામારી આવી હતી જેના કારણે ત્યાં વિનાશ થયો હતો. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે તે સમયે લોકો ડાન્સ કરતી વખતે મૃત્યુ પામ્યા હતા. પરંતુ તમારા મનમાં પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે કે ડાન્સ કરતી વખતે કોઈ કેવી રીતે મરી શકે છે. હા પણ એ વાત સાચી છે કે લોકો ડાન્સ કરતી વખતે મૃત્યુ પામ્યા હતા.
હકીકતમાં, વર્ષ 1518 માં, અલ્સેસના સ્ટ્રાસબર્ગમાં જેવા હવે ફ્રાન્સ તરીકે જાણીએ છીએ, ત્યાં આવી જ એક મહામારી આવી હતી, જેના વિશે જાણીને આશ્ચર્ય થશે. 500 વર્ષ પહેલા આવેલા ડાન્સની મહામારીએ ફ્રાન્સમાં ઘણા લોકોને ભોગ બનાવ્યા હતા. આ મહામારીને કારણે લગભગ 400 લોકો મૃત્યુ પામ્યા હતા.
જુલાઈ 1518 માં, એક યુવતીએ અચાનક ડાન્સ કરવા લાગી અને ડાન્સ કરતા કરતા તેનો હોશ ગુમાવી દીધો. ફ્રાઉ ટ્રોફી નામની એક યુવતી નાચવામાં એટલી તલ્લીન થઈ ગઈ કે તે નાચતી નાચતી ઘરની બહારની શેરીમાં આવી ગઈ. હવે ફ્રાઉ ટ્રોફીને ડાન્સ કરતા જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા, ત્યારબાદ તેનો પરિવાર ત્યાં પહોંચ્યો.
ફ્રાઉ ટ્રોફીને સમજાવવા આવેલ તેના તેમના પરિવારના લોકો પણ નાચવા લાગ્યા. હવે લોકોનું ત્યાં મોટું ટોળું ભેગું થયું. એવું કહેવાય છે કે અચાનક લોકો ડાન્સ કરતા કરતા મરવા લાગ્યા અને 30 થી વધુ લોકોનું મૃત્યુ થઇ ગયું. હવે આ ઘટના બાદ ફ્રાન્સમાં હંગામો મચી ગયો અને લોકો ચોંકી ગયા હતા.
હવે આ પછી ઘણા વિસ્તારોમાં લોકો ડાન્સ કરવા લાગ્યા. લોકોના ડાન્સ કરવાનો સિલસિલો અટકી રહ્યો નહતો. આ પછી પીડિતોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે પણ ઘણા વૈજ્ઞાનિકો તેની તપાસમાં લાગેલ છે કે લોકો ડાન્સ કરવાને કારણે મૃત્યુ પામ્યા હતા કે નહીં. તે સમયે બનેલી આ રહસ્યમય ડાન્સની ઘટનાને વૈજ્ઞાનિકોએ ડાન્સિંગ પ્લેગ નામ આપ્યું હતું.
આજ સુધી, રહસ્ય ડાન્સની ઘટના પાછળનું રહસ્ય બહાર આવ્યું નથી. હજુ પણ વૈજ્ઞાનિકો તે ઘટના વિશે સંશોધન કરી રહ્યા છે. વૈજ્ઞાનિકોએ નૃત્ય પ્લેગ અને મૃત્યુ વિશે અલગ અલગ અભિપ્રાયો આપ્યા છે.