T20 World Cup 2021 માટે ભારતીય ટીમની કરવામાં આવી જાહેરાત, ટીમમાં આ સ્ટાર બોલરની થઈ વાપસી

ટી-૨૦ વર્લ્ડ કપ માટે બીસીસીઆઈએ ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ખાસ વાત એ રહી છે કે, રવિચંદ્રન અશ્વિનની ટીમમાં વાપસી થઈ છે પરંતુ શિખર ધવનને બહાર કરી દેવામાં આવ્યા છે. યુજવેન્દ્ર ચહલને પણ જગ્યા મળી નથી. ૧૫ સભ્યોની ટીમ સિવાય ત્રણ સ્ટેન્ડબાય ખેલાડી પણ રાખવામાં આવ્યા છે. ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ટી-૨૦ વર્લ્ડ કપ માટે ટીમના મેંટર બનાવવામાં આવ્યા છે.

આઈસીસીએ ૧૦ સપ્ટેમ્બર સુધી ૧૫ ખેલાડીઓના નામ આપવા માટે કહેવામાં આવ્યું હતું એટલા માટે ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે પરંતુ બાદમાં તેમાંથી ફેરફાર કરવામાં આવી શકે છે. ટુર્નામેન્ટ શરુ થયાના ૫ દિવસ પહેલા સુધી ખેલાડીઓને સામેલ કરવામાં આવી શકે છે.

ટી-20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ આ પ્રકાર છે.
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચાહર, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, વરૂણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી.

રિઝર્વ ખેલાડીઓ : શ્રેયસ અય્યર, શાર્દુલ ઠાકુર, દીપક ચાહર.
ટી-20 વર્લ્ડ કપમાં ભારતનો કાર્યક્રમ
ભારત વિરુદ્ધ પાકિસ્તાન 24 ઓક્ટોબર
ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ 31 ઓક્ટોબર
ભારત વિરુદ્ધ અફઘાનિસ્તાન 3 નવેમ્બર
ભારત વિરુદ્ધ B1 5 નવેમ્બર
ભારત વિરુદ્ધ A2 8 નવેમ્બર
14 નવેમ્બરે ફાઇનલ મેચ રમાશે

આઈસીસી ટી-20 વર્લ્ડ કપના મુખ્ય રાઉન્ડમાં કુલ 12 ટીમ ભાગ લેશે. આઈસીસી દ્વારા તેના માટે બે ગ્રુપ બનાવવામાં આવ્યા છે. ભારતીય ટીમ ગ્રુપ-બીમાં છે. ટૂર્નામેન્ટની પ્રથમ સેમિફાઇનલ મેચ 10 નવેમ્બર અને બીજી સેમિફાઇનલ 11 નવેમ્બરના રમાશે. જ્યારે ફાઇનલ જંગ 14 નવેમ્બરના યોજાશે.

Scroll to Top