પ્રેમ સંબંધો તકરાર થતા ફોટોસ અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપવાની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં મુંબઈ પોલીસ દ્વારા ગુજરાતના વેપારીની ધરપકડ કરી લેવામાં છે. આ વેપારી મહિલા સાથે ગેરકાયદેસર રીતે લગ્ન કર્યા અને તેના પરિવારને હેરાન કરનાર વર્તન કરવામાં આવ્યું હતું.
જેમાં જાણવા મળ્યું છે કે, 21 વર્ષની ફરિયાદી યુવતી દ્વારા મંગળવારના કંટાળીને આપઘાત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જયારે MHB કોલોની પોલીસની ટીમ દ્વારા આ યુવતીને શાંત પાડવામાં આવી અને તેનું કાઉન્સિલિંગ પણ કરાયું હતું. ત્યાર બાદ 24 કલાકની અંદર જ આરોપી વ્યક્તિની ધરપકડ કરી લેવાઈ હતી.
જ્યારે ફરિયાદ યુવતી એકે ગોકલાનીની પૂર્વ કર્મચારી પણ રહેલી છે જે અત્યારે ઓનલાઈન વેપાર પણ કરે છે. ગુજરાતી વેપારી એકે ગોકલાનીને કામ-ધંધાના કારણે અવારનવાર મુંબઈ આવવું પડતું હતું. તેના યુવતી સાથે આડા સંબંધો હતા, ત્યાર બાદ તેણે આ યુવતીને પોતાની કર્મચારી બનાવી દીધી હતી. ત્યાર બાદ આ વર્ષની શરુઆતમાં જ ફરિયાદી યુવતી સાથે તેને લગ્ન પણ કરી લીધા હતા.
સાત મહિના બાદ ફરિયાદી યુવતીને જાણ થઈ કે, તેનો પતિ બનેલો વ્યક્તિ પહેલાથી જ પરણિત છે અને ગેરકાયદેસર રીતે તેને પોતાની સાથે લગ્ન કરેલ છે. પોલીસ અધિકારી દ્વારા પોતાની ઓળખ ગુપ્ત રાખવાની શરતે કહેવામાં આવ્યું છે કે, “ગોકલાનીએ ખોટી રીતે યુવતી સાથે લગ્ન કર્યા હોવાનો ભાંડો ફૂટી જવાના કારણે તેણે નકલી ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ બનાવીને તેના પર યુવતીના ફોટોગ્રાફને વીડિયો શેર કરી દીધા હતા.
ગોકલાનીએ યુવતીના ફોટોગ્રાફ્સ તેના સગા તથા મિત્રોને પણ મોકલી દીધા હતા.” પોલીસ અધિકારી દ્વારા તેના સિવાય કહેવામાં આવ્યું કે, તપાસ દરમિયાન જાણકારી મળી હતી કે, ગોકલાની દ્વારા આ જ રીતે અન્ય મહિલાઓને પણ શિકાર બનાવવામાં આવી હતી.
જ્યારે વધુમાં પોલીસ અધિકારે જણાવ્યું કે, મંગળવારના યુવતી તથા તેની બહેન પોલીસ સ્ટેશન આવ્યા ત્યારે રડતા જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે, તેમના સગાને અભદ્ર મેસેજ કરાયા હતા.” આ કારણોસર પીડિત યુવતીની બહેનના લગ્ન પણ આ કારણોસર તૂટી ગયા હતા.
પોલીસ દ્વારા ગોકલાની દ્વારા જે નકલી એકાઉન્ટ બનાવીને અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું તે અકાઉન્ટ અને IP એડ્રસ દ્વારા આરોપીની શોધખોળ શરુ કરાઈ હતી. પોલીસ દ્વારા ટ્રેપ ગોઠવીને આરોપી મુંબઈ આવ્યો એટલે બુધવારે તેને પકડી લેવામાં આવ્યો હતો. સ્થાનિક કોર્ટ દ્વારા આરોપીને બે દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.
તેની સાથે ગોકલાની સામે માનહાનિ, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ સહિતની જરુરી કલમના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે. બે દિવસની પૂછપરછમાં વધુ કેટલાક રાજ સામે આવે તેવી શક્યતાઓ છે. જ્યારે આ બાબતમાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.