અમદાવાદ રિવરફ્રન્ટ: પ્રેમિકા સંબંધ બાબતે બ્લેકમેઇલ કરતી હોવાથી હોમગાર્ડે તેને પતાવી નાખી

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે બે મહિના અગાઉ એક મહિલાની હત્યા કરી નાખ્યાની લાશ પોલીસ ટીમને મળી આવી હતી. પોલીસ દ્વારા આ બાબતમાં ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જેમાં પોલીસ દ્વારા ગુનાનો ભેદ ઉકેલી લેવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મહિલાની હત્યા બાબતમાં તેના પ્રેમિ હોમગાર્ડના જવાન ની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં હત્યારા દ્વારા અનેક ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા છે.

જેમાં જાણવા મળ્યું છે કે, બે મહિના અગાઉ સાબરમતી રિવરફ્રન્ટના ધોબીઘાટ નજીક મનિષા ચૌધરી નામની મહિલાની કોઈ દ્વારા હત્યા કરી નાખવામાં આવેલી લાશ મળી હતી. પોલીસ દ્વારા આ બાબતમાં આરોપી તરફથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા જે હત્યારાની ધરપકડ કરવામાં આવી છે તેનું નામ હિતેષ શ્રીમાળી છે અને તે હોમગાર્ડ જવાન તરીકે ફરજ બજાવે છે.

પોલીસ તપાસમાં આરોપી દ્વારા કબૂલાત કરવામાં આવી છે કે, તેની પ્રેમિકા મનિષા તેની સાથે સંબંધ રાખવા માટે અવારનવાર દબાણ કરીને બ્લેકમેલ કરી રહી હતી. આરોપી દ્વારા કહેવામાં આવ્યું કે, તેની પ્રેમિકાએ તેને ધમકી આપી હતી કે, જો તે તેની સાથે સંબંધ રાખશે નહીં તો દુષ્કર્મની પોલીસ ફરિયાદ દાખલ કરી નાખીશ.

ત્યાર બાદ તેના દ્વારા તેની પાસેથી 10 લાખ રૂપિયાની માંગણી પણ કરવામાં આવી હતી. પ્રેમિકાના દબાણ અને બ્લેકમેલિંગના કારણે હોમગાર્ડ જવાન કંટાળી ગયો હતો. એટલા માટે તેણે તેની પ્રેમિકાને રસ્તામાંથી દુર કરી દેવા માટે જોરદાર પ્લાનિંગ બનાવી લીધો હતો. આરોપી હિતેષ તેને યોજના હેઠળ એક્ટિવા પર બેસાડી રિવરફ્રન્ટને લઈ ચાલ્યો હતો. ત્યાર બાદ તેણે પ્રેમિકા મનિષાની હત્યા કરી નાખી હતી.

જ્યારે આરોપી હિતેષ શાહપુરમાં ગાજ બટનની દુકાન પણ છે. તેની પ્રેમિકા મનિષા ત્યાં જ નોકરી કરી રહી હતી. મનિષાનો પતિ ગુજરી ગયેલ હતો. એટલે ધીરે-ધીરે બંને નજીક આવી ગયા હતા અને ત્યાર બાદ પ્રેમ સંબંધ પણ બંધાયો હતો. છેલ્લાં પાંચ વર્ષથી બંને વચ્ચે અનૈતિક સંબંધો રહેલા હતા. હિતેષ પણ પરણિત હતો. મનિષા સાથે સંબંધ હોવાથી અવાર નવાર તેની પત્ની સાથે તેના ઝઘડા થઈ રહ્યા હતા.

આ સિવાય આરોપી હિતેષના અન્ય એક યુવતી સાથે પણ પ્રેમ સંબંધ રહ્યા હતા. જેની જાણ મનિષાને થતા જ તે ધમકી આપવા લાગી હતી. એટલે કંટાળીને પ્રેમિકાથી છૂટકારો મેળવવા તેની હત્યા કરવાનો પ્લાન બનાવી લીધો હતો. તેમ છતાં આ ત્રિકોણિયા પ્રેમનું ખરાબ અંજામ આવ્યું હતું. આરોપી હિતેષને જેલ ભેગો કરી દેવામાં આવ્યો છે. જ્યારે પોલીસ દ્વારા આ બાબતમાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Scroll to Top