વિડિઓ: સ્માર્ટફોનમાં વ્યસ્ત છોકરો માંડ-માંડ બચ્યો, દુકાન માં છુપાયેલો હતો ભયાનક કોબ્રા સાપ

જ્યારે ઝેરી કોબ્રા સાપ ઉંદર પર હુમલો કરવા દોડ્યો તે વખતે પણ ની દુકાન પર બેસેલો એક બાળક માંડ માંડ બચી ગયો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં, એક નાનો છોકરો તેના સ્માર્ટફોનમાં વ્યસ્ત દેખાયો.

તે જ્યારે ત્યાં બાંકડા પર બેસવા જઈ રહ્યો હતો ત્યાં તેને કઈક તેની નજીક આવતું હોવાનો અંદાજો આવી જતાં તે જલદીથી દુકાનમાંથી બહાર દોડ્યો, થોડી સેકંડમાં એક લાંબો સાપ ઉંદર તરફ દોડતો જોવા મળ્યો.જુઓ વિડિયો.

ઈન્ટરનેટ પર વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે બાળક ખતરનાક સ્થિતિમાં ફસાઈ ગયું હશે. નાનો છોકરો અજાણ હતો કે દુકાનમાં એક ઉંદરનો પીછો કરતા કોબ્રા સાપ છે. નાની બેદરકારીને કારણે બાળકનો જીવ પણ જઈ શકે છે. સ્માર્ટફોનમાં ડૂબેલા બાળકને સમયસર ભયનો અહેસાસ થયો અને દુકાનમાંથી ભાગી ગયો.

 

 

 

 

Scroll to Top