શરમજનક ઘટના: 100 થી વધુ શ્વાનોને ઝેર આપીને દફનાવી દેવાયા, જાણો તેના પાછળ શું હતું કારણ….

કર્ણાટકના શિવમોગામાં ક્રુરતાની બધી હદે પાર કરવામાં આવેલ એક ઘટના સામે આવી છે. શિવમોગા હુનસેકટ્ટે ગામમાં એનિમલ રેસ્ક્યુ ક્લબના 100 થી વધુ શ્વાનના શબ બરામદ થયા છે. શરૂઆતી તપાસમાં કહેવામાં આવી રહ્યું છે કે, આ શ્વાનોને પહેલા ઝહેર આપવામાં આવ્યું હતું અને ત્યાર બાદ તેને દફનાઈ દેવામાં આવ્યા હતા.

આ ઘટનામાં પોલીસને ગ્રામ પંચાયતના કેટલાક અધિકારીઓ સામે ફરિયાદ પણ દાખલ કરી છે. પોલીસના મુજબ શ્વાનને મારવાનું ફરમાન ગ્રામ પંચાયત દ્વારા જ આપવામાં આવ્યું હતું. એવામાં શરૂઆતી તપાસ દરમિયાન એક અધિકારી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

કેસની વાત કરવામાં આવે તો સોમવારના ઘણા શ્વાનોને ઝહેર આપીને મારી નાખવામાં આવ્યા હતા. જ્યારે ગામના સ્થાનિક લોકોને શંકા થઈ તો તેમના તરફથી તપાસની ફરિયાદ એનીમલ રેસ્ક્યુ ક્લબને કરવામાં આવી હતી. બાદમાં પોલીસ અને પશુ ચિકિત્સકો દ્વારા શ્વાનોને પહેલા બહાર કાઢવામાં આવ્યા અને તેમને સેન્ટર પર મોકલી દેવામાં આવ્યા હતા.

અત્યાર સુધીમાં આ બાબતમાં પોલીસે મૃત શ્વાનોના કોઈ પણ પ્રકારના આંકડા જાહેર કરવામાં આવ્યા નથી. પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે, 100 થી વધારે શ્વાનોના શબ મળી આવ્યા છે. ગામજનોને શંકા છે કે, કદાચ કેટલાક શ્વાનોને તેમાં જીવતા જ દફનાવી દેવામાં આવ્યા હતા.

એવામાં પોલીસ આ કેસની વિસ્તૃત તપાસ કરી રહી છે અને પકડાયેલ ગ્રામ પંચાયતના અધિકારીથી સવાલ-જવાબ પણ કરી રહી છે. જ્યારે આરોપી સામે આઇપીસી કલમ 428 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Scroll to Top