મહિલા શિક્ષિકાને ફોનમાંઆવ્યો જાણીતી રેસ્ટોરન્ટની ઓફરનો મેસેજ, ક્લિક કરતાં જ એકાઉન્ટ થઈ ગયું સાફ

જેમ જેમ ટેકનોલોજી આગળ વધી રહી છે, તેમ-તેમ છેતરપિંડીની પદ્ધતિઓ પણ બદલી રહી છે. પોલીસ-વહીવટ ઠગને રોકવા માટે દરેક પગલા ભરી રહ્યા છે, જ્યારે ઠગ પણ એજ રીતે આગળ વધી રહ્યા છે. દરરોજ ઓનલાઈન છેતરપિંડીની નવી રીતો સામે આવી રહી છે.

મેરઠમાં પણ ઓનલાઈન છેતરપિંડીનો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં પીડિતાના મોબાઈલ ફોન પર એક રેસ્ટોરન્ટની તરફથી એક મોટી શાનદાર ઓફરનો મેસેજ આવ્યો હતો.

મહિલા શિક્ષિકાના ફોન પર મેરઠની એક જાણીતી રેસ્ટોરન્ટમાં 10 રૂપિયાની પ્લેટની ઓફરનો મેસેજ આવ્યો હતો. મહિલા ટીચરે આ ઓફરની લાલચમાં જેમ મેસેજ ક્લિક કર્યો કે તરત જ તેના ખાતામાંથી 49 હજાર રૂપિયા કપાઈ ગયા. ખાતામાંથી પૈસા કપાયા બાદ મહિલા શિક્ષિકાને તેની સાથે છેતરપિંડી થયા નો અહેસાસ થયો હતો.

પીડિતાએ મેરઠના સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ કરી દીધી છે. સાઇબર સેવલ કેસ નોંધીને તપાસમાં લાગી છે. સાયબર સેલે આવા લાલચી આકર્ષક મેસેજ પર ક્લિક ન કરવાની અપીલ કરી છે. મેસેજ પર ક્લિક કરવાના કિસ્સામાં સંબંધિત વ્યક્તિ છેતરપિંડીનો શિકાર બની શકે છે.

મેરઠના પોલીસ અધિક્ષક (એસપી) ક્રાઇમ અનિત કુમારે આ સંદર્ભે કહ્યું હતું કે, છિપી ટાંક વિસ્તારમાં રહેતી મહિલા શિક્ષિકા વિનીતાના મોબાઇલ પર એક જાણીતી રેસ્ટોરન્ટનો મેસેજ આવ્યો હતો, જેમાં 10 રૂપિયામાં પ્લેટ આપવાની ઓફર હતી. જે લિંક પર મહિલએ ક્લિક કર્યું, તો થોડા સમય પછી તેના એકાઉન્ટમાંથી 49000 રૂપિયા કપાઈ ગયા.

મેરઠના એસપી ક્રાઇમ અનિત કુમારે કહ્યું કે મહિલા તરફથી સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ કરવામાં આવી છે, જેના પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેને સાથે એમ પણ કહ્યું કે આવા કેસોનો સામનો કરવા માટે એક ટીમ બનાવવામાં આવી છે, જે આવા કેસો પર કામ કરી રહી છે અને સતત આવા કેસો પર નજર રાખી રહી છે. તેમણે અપીલ કરી છે કે લોકોને આવા લલચાવનારા મેસેજથી સાવધન રહેવું જોઈએ.

Scroll to Top