ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની બેટિંગ ચાલી રહી છે. જ્યારે હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદ શક્યતા રહેલી છે.
તાજેતરમાં રાજસ્થાનમાં લો પ્રેશર સિસ્ટમ અને સમુદ્ર કાંઠા વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય બની છે. જેના કારણે વરસાદી માહોલ સર્જાયેલો છે. ત્યારે શુક્રવારના વડોદરામાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ વરસ્યો હતો. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાઇ ગયા હતા.
વડોદરા શહેરમાં રાત્રીના 8 વાગ્યા સુધીમાં પાદરા તાલુકામાં 52 મિ.મિ., વાઘોડિયામાં 12. મિ.મી. અને શિનોર તાલુકા પંથકમાં 5 મિલીમીટર વરસાદ વરસ્યો હતો. ત્યાર બાદ વડોદરા શહેર સહિત જિલ્લાના તમામ તાલુકાઓમાં ભારે વરસાદ વરસતા માત્ર 2 કલાકમાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો. જેના કારણે શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાયા ગયા હતા.
વડોદરા શહેરમાં ગઈ કાલના રાત્રે વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ થયો હતો. ત્રણ ઇંચ સિવાય વરસાદ વરસતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તેની સાથે શહેરના એમ.જી.રોડ, ચોખંડી, વાઘોડિયા રોડ, પાણીગેટ રોડ, અમદાવાદી પોળ, સુભાનપુરા, રાવપુરા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ ન થવાના કારણે બધે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયું હતું.