અમેરિકાની અગ્રણી ઓટોમોબાઈલ કંપની Ford Motor Company એ ભારતમાં તેનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. કંપની હવે માત્ર તેની પ્રીમિયમ કારને કમ્પ્લીટ બિલ્ડ યુનિટ (CBU) તરીકે વેચશે. ફોર્ડે એ આ નિર્ણય ખોટથી પરેશાન થઈને લીધો છે, અને સાથે ખાતરી આપી છે કે હાલના ગ્રાહકોને સેવા, વોરંટી અને પાર્ટ્સની ઉપલબ્ધતા જેવી સુવિધાઓ મળતી રહેશે.
ફોર્ડ પહેલી ઓટોમોબાઇલ કંપની નથી, જેણે ભારતને અલવિદા કહેવાનો નક્કી લીધો છે. આજે અમે તમને એવી જ 5 મોટી કંપનીઓ વિશે જણાવી રહ્યા છીએ, જેને દુનિયામાં પાંચમી સૌથી મોટી કાર-બજાર ભારતમાં પોતાનો બિઝનેસ બંધ કરી દીધો છે.
General Motors: જનરલ મોટર્સે ભારતમાં 1996 માં Opel બ્રાન્ડ સાથે પ્રવેશ કર્યો હતો. આ પછી 2003 માં Chevrolet કારની બ્રાન્ડને લઈને આવી. ઘણા શાનદાર મોડેલો હોવા છતાં, શેવરલેને ભારતમાં વધુ સફળતા મળી શકી નથી.
કંપની મારુતિ સુઝુકી, હ્યુન્ડાઇ, મહિન્દ્રા જેવી લોકપ્રિય કાર કંપનીઓ સામે ટકી શકી નહિ. ભારતમાં તેના Chevrolet ને બંધ કરવાનો નિર્ણય એકદમ આઘાતજનક હતો, કારણ કે થોડા મહિના પહેલા જ જનરલ મોટર્સના સીઈઓએ ભારતમાં 1 અબજ ડોલરના રોકાણની જાહેરાત કરી હતી.
Fiat: ઇટાલીની લોકપ્રિય કાર કંપની Fiat એ લાંબા સમયથી નબળા વેચાણને કારણે ગયા વર્ષે ભારતમાં બિઝનેસ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો હતો. કંપનીએ ભારતીય બજારમાં Fiat Punto, Linea, Punto EVO જેવા ઘણા શાનદાર મોડલ લોન્ચ કર્યા હતા.
કંપનીએ 1990 ના દાયકાની શરૂઆતમાં કંપનીને સારો પ્રતિસાદ મળ્યો હતો. જો કે, જેમ જેમ સ્પર્ધા વધી, Fiat નું પ્રદર્શન બગડ્યું. આનું કારણ કારની ડિઝાઈન, ફીચર્સનો અભાવ અને ઓછી માઈલેજ હતી.
UM Motorcycles: યુનાઇટેડ મોટર્સે ઓફ અમેરિકાની લોહિયા ઓટો સાથે ભાગીદારી કરીને ભારતમાં પોતાનો વ્યવસાય શરૂ કર્યો હતો. કંપનીએ ઘણા શાનદાર ક્રુઝર બાઇક રજૂ કર્યા, જેમાં Renegade Commando, Renegade Sport S અને Renegade Classic શામેલ છે. તેની ડિઝાઇન એકદમ અલગ હતી, જોકે તેમની નબળી ગુણવત્તા માટે તેમની ટીકા પણ કરવામાં આવી હતી.
યુનાઇટેડ મોટર્સનું લક્ષ્ય રોયલ એનફિલ્ડ સાથે સ્પર્ધા કરવાનું હતું. આખરે કંપનીએ ઓક્ટોબર 2019 માં ભારતીય બજારને છોડી દીધું, જેના કારણે ડીલરોમાં ભારે હંગામો મચી ગયો હતો. હાલમાં, UM અને ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (FADA) વચ્ચે કાનૂની વિવાદ ચાલી રહ્યો છે.
Harley Davidson: પ્રીમિયમ બાઇક પ્રેમીઓ માટે હાર્લી ડેવિડસનનો ભારત છોડવાનો નિર્ણય એક મોટો આંચકો હતો. અમેરિકા સ્થિત પ્રીમિયમ બાઇક નિર્માતાએ સપ્ટેમ્બર 2020 માં ભારતીય બિઝનેસ બંધ કરવાનો નિર્ણય લીધો હતો.
કંપનીની બાઇકોની કિંમતો ઘણી મોંઘી હતી, જેના કારણે નજીવું વેચાણ થઇ રહ્યું હતું. જેના કારણે કંપનીએ આ નિર્ણય લીધો હતો. હાર્લીએ બાદમાં ભારતની સૌથી મોટી ટૂ-વ્હીલર કંપની હીરો મોટોકોર્પ સાથે કરાર કર્યો હતો. તેના પ્રમાણે, હીરો મોટોકોર્પ હવે હાર્લી-ડેવિડસન મોટરસાઇકલનું વેચાણ અને સર્વિસ કરે છે.
Premier Automobiles: પ્રીમિયર ઓટોમોબાઇલ્સ લિમિટેડ ભારતમાં સૌથી સફળ અને લોકપ્રિય ઓટોમોબાઇલ કંપનીઓમાંની એક હતી. જોકે, ઓછા વેચાણને કારણે બિઝનેસ બંધ કરવો પડ્યો હતો. કંપની તેની Rio અને Padmini જેવી કાર માટે સૌથી પ્રખ્યાત બની હતી. Premier Padmini નો લુક Hindustan Ambassador કાર જેવો હતો, જે આજે પણ મુંબઈમાં ટેક્સી તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કંપનીએ 1940 ના દાયકાના અંતમાં તેનો વ્યવસાય શરૂ કર્યો હતો.