મુંબઈની ‘નિર્ભયા’ 36 કલાક બાદ જિંદગીની જંગ હારી, આરોપી ની હૈવાનીયત સાંભળી ને રૂવાડા ઊભા થઈ જશે

સાકીનાકા દુષ્કર્મ કેસની પીડિતાનું શનિવારના સવારના ઘાટકોપરની રાજાવડી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે પીડિતાને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી ત્યારે તેની હાલત ખૂબ જ ગંભીર હતી.

મુંબઈના મેયર કિશોરી પેડનેકરે કહ્યું છે કે, પીડિતાની પર ગંભીર ત્રાસ ગુજારવામાં આવ્યો હતો. આ કારણોસર તેના શરીરમાંથી ઘણું લોહી વહી ગયું હતું. તેને રાજાવાડી હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવી અને ડોક્ટરો સતત પીડિતાની સારવાર અર્થે ખડેપગે રહ્યા હતા. તેમ છતાં તેને જિંદગીની જંગ હારી ગઈ છે.

આ ઘટના 9 સપ્ટેમ્બરે મુંબઈના સાકીનાકા વિસ્તારમાં બની હતી, જ્યાં એક અંદાજિત 30 વર્ષની મહિલા પર ટેમ્પોની અંદર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, તેમને ગુરુવારે બપોરે સાડા ત્રણ વાગ્યે કંટ્રોલ રૂમ પર ફોન આવ્યો કે સાકીનાકાના ખૈરાણી રોડ પર એક મહિલા બેભાન અવસ્થામાં પડી હતી.

માહિતી મળ્યા બાદ તરત જ સાકીનાકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને પીડિતાને મુંબઈની રાજાવાડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી.

મુંબઈ પોલીસને શંકા છે કે આરોપીએ પીડિતાના પ્રાઈવેટ પાર્ટમાં સળિયો નાખ્યો હતો. મહિલાને અત્યંત ગંભીર હાલતમાં દાખલ કરવામાં આવી હતી. પીડિતના શરીર માંથી સતત લોહી વહેતું હતું. હોસ્પિટલ માં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા જ્યાં તેમનું મૃત્યુ થયું છે.

આ ઘટના બાદ મુંબઈ પોલીસે આરોપી મોહન ચૌહાણની ધરપકડ કરી છે અને તેની સામે IPC ની કલમ 307, 376, 323 અને 504 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેની પૂછપરછ ચાલી રહી છે. પોલીસને એવી પણ શંકા છે કે આ ઘટનામાં વધુ આરોપીઓ સંડોવાયેલા હોઈ શકે છે. હાલ આ દિશામાં તપાસ ચાલી રહી છે.

Scroll to Top