આજના આધુનિક જીવનમાં સ્માર્ટફોન ખૂબ જ જરુરી બન્યો છે, પરંતુ તેનો ઉપયોગ ક્યારે ટેવ બની જાય છે એની જાણ થતી નથી. હાલમાં ઉત્તર પ્રદેશના દેવરિયા ખાતેથી સ્માર્ટફોનને લઇને એક પરિણીતા દ્વારા જીવન ટૂંકાવવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, દેવરિયામાં રહેનાર એક પરિવારની પુત્રવધૂ સ્માર્ટફોનની માંગણી કરવામાં આવી હતી, પરંતુ પરિવારજનો દ્વારા પૈસાની સગવડ થતા ફોન ખરીદી આપવાની વાત કરવામાં આવી હતી. પરંતુ પરિણીતાએ માંગ પૂરી ના થતા જીવન ટૂંકાવી દેવાનું ગંભીર પગલુ ભરી લીધું હતું. પરિણીતાના લગ્ન દોઢ વર્ષ પહેલા જ થયા હતા અને તેનો પતિ વિદેશમાં નોકરી કરે છે.
જ્યારે ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. દેવરિયાના લબકની બાસૂ ગામનો યુવક સાઉદી અરબમાં નોકરી કરી જીવન પસાર કરે છે. ગામમાં રહેનારી એની પત્ની દ્વારા લાંબા સમયથી એન્ડ્રોઇડ ફોનની માંગ કરવામાં આવી હતી, પરંતુ તેના સસરા અને પતિએ થોડા દિવસ પછી ફોન લઇ આપવાની વાત કરવામાં આવી હતી.
આ દરમિયાન પરિણીતા દ્વારા ફોન માટે જીદ કરવામાં આવી હતી. પરિણીતા ફોન માટે એટલી ઉતાવળી બની ગઈ હતી કે તેણે પતિને ફોન કરીને સ્માર્ટફોન ખરીદવા માટે તાત્કાલિક પૈસા મોકલવાનું પણ કહી દીધું હતું. તેમ છતાં પતિ દ્વારા આવતા મહિને પૈસા મોકલવાનું વચન આપવામાં આવ્યું હતું.
આ વાતથી નારાજ થયેલી પત્ની એના રુમમાં ગઇ અને જીવન ટૂંકાવી દેવાનું ગંભીર પગલું ભર્યું હતું. જ્યારે કલાકો સુધી પુત્રવધૂ રૂમમાંથી બહાર ના આવતા સાસરિયાઓ દ્વારા રૂમનો દરવાજો તોડવો પડ્યો હતો, પરંતુ ત્યાં સુધી પરિણીતા અંતિમ પગલુ ભરી લેવામાં આવ્યું હતું.