ગુજરાતની નવી સરકારને લઈને આવ્યા મોટા સમાચાર, શપથગ્રહણને લઈને આ ધારાસભ્યને કરવામાં આવ્યા ફોન

ગુજરાતના નવા મંત્રીમંડળનું આજે શપથગ્રહણ યોજવામાં આવશે.. ગાંધીનગરમાં રાજભવન ખાતે બપોરના આ શપથવિધિ સમારોહ યોજાવવાનો છે. ભાજપ દ્વારા ગઈકાલની ઘટનાથી બોધપાઠ લેતા હોય તેમ આજે રાજભવન બહાર તારીખ વિનાનાં બેનરો લગાવાયા છે.

ગુજરાતની નવી સરકારમાં 27 થી વધુ મંત્રી શપથ લેવાને છે. શપથ ગ્રહણના ત્રણ કલાક અગાઉ જ મંત્રીઓ બનનાર ધારાસભ્યોને ખુશખબરી અપાઈ રહી છે. આ અગાઉ ગુજરાત ભાજપ પ્રભારીની મુલાકાતે સવારમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ એનએક્સીમાં આવ્યા હતા.

શપથગ્રહણ અગાઉ ધારાસભ્યોને મંત્રીપદ સોંપવામાં આવશે તે લોકોને ફોન કરવામાં આવી રહ્યા છે. જેમાં ગણદેવીના નરેશ પટેલ, કનુ દેસાઇ, દુષ્યંત પટેલ, કિરીટ રાણા, હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, અરવિંદ રૈયાણી, મનિષા વકીલ, પ્રદીપ પરમાર, કુબેર ડીંડોરને અત્યાર સુધીમાં ફોન કરવામાં આવી ચુક્યા છે.

નવી સરકારના સંભવિત મંત્રીઓ આ પ્રકાર છે
રાજકોટના દક્ષિણ – અરવિંદ રયાણી
કેશોદના ધારાસભ્ય – દેવાભાઈ માલમ
ધારીના ધારાસભ્ય – જે.વી.કાકડીયા
નિકોલના ધારાસભ્ય – જગદીશ પંચાલ
પ્રાંતિજના ધારાસભ્ય – ગજેન્દ્રસિંહ પરમાર
ગણદેવીના ધારાસભ્ય – નરેશ પટેલ
પારડીના ધારાસભ્ય – કનુ દેસાઈ
મજુરાના ધારાસભ્ય – હર્ષ સંઘવી
લીંબડીના ધારાસભ્ય – કીરીટસિંહ રાણા
વિસનગરના ધારાસભ્ય – ઋષિકેશ પટેલ
કાંકરેજના ધારાસભ્ય – કિર્તીસિંહ વાઘેલા
મોરબીના ધારાસભ્ય – બ્રિજેશ મેરજા
ઓલપાડના ધારાસભ્ય – મુકેશ પટેલ
કપરાડાના ધારાસભ્ય – જીતુભાઇ ચૌધરી
મહુવાના ધારસભ્ય – આર.સી.મકવાણા
જામનગર ગ્રામ્યના – રાઘવજી પટેલ
ભાવનગર વેસ્ટના ધારાસભ્ય – જીતુ વાઘાણી
વડોદરા શહેરના ધારાસભ્ય – મનીષા વકીલ
ભરૂચના ધારાસભ્ય – દુષ્યંત પટેલ
અસારવાના ધારાસભ્ય – પ્રદિપ પરમાર

Scroll to Top