ભાજપના જ સિનિયર મંત્રીએ કર્યો મોટો ખુલાસો: ડેમેજ કંટ્રોલ કરવા ભાજપ આ રીતે કરી રહ્યું છે કામ

ગુજરાતમાં નવા મંત્રીમંડળની રચનાને લઈને ભાજપમાં ભારે વિવાદ જોવા મળી રહ્યો છે. તેમાં પણ સૌથી મોટી વાત એ છે કે, કકળાટના કારણે નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળનો શપથગ્રહણ કાર્યક્રમ છેલ્લી ઘડીએ ટાળવામાં આવ્યો હતો. આ સંજોગોમાં નારાજ મંત્રીઓને મનાવીને શાંતિપૂર્વક રાજીનામું આપી દેવા તેમને મનાવવાની જવાબદારી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને જ આપવામાં આવી છે.

તેના માટે મંગળવારની બપોરના ગાંધીનગર સ્થિત વિજય રૂપાણીના બંગલે એક પછી એક મંત્રીઓને બોલાવી સામ-દામ-દંડની નીતિથી રાજીનામાં આપવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે. તેવા જ એક સિનિયર મંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે કે, કઈ રીતે આ સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે તેની દાસ્તાન તેમના જ અનુભવો અને તેમના જ શબ્દોમાં વર્ણવવામાં આવી હતી.

જેમાં જણાવવામાં આવ્યું છે કે, ભાજપના નારાજ સિનિયર નેતાઓ મંગળવારના બપોરના સમયે વિજય રૂપાણીના બંગલે પહોંચ્યા હતા. બહારથી એક બાદ એક બધાને વારાફરતી અંદર બોલાવવાના શરૂ કરવામાં આવ્યા હતા. બંગલામાં મારા જેવા ઘણાને બહાર બેસાડાયા હતા. ત્યાર બાદ બેઠક ચાલી રહી ત્યાં હું અંદર જ પહોંચ્યો તો સોફા પર રૂપાણી સાહેબ, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, સંતોષકુમાર અને ભૂપેન્દ્ર યાદવને બેઠેલા જોયા હતા.

બાદમાં તેમણે મને જણાવ્યું હતું કે, બેસો, એટલે હું ત્યાં હું બેસી ગયો હતો. તેઓ એક સૂરે બોલ્યા કે તમે મંત્રી નથી અને રહેવાના પણ નથી. જયારે મેં જણાવ્યું કે પાર્ટીનો જે આદેશ એ રીતે અમે મંત્રીપદ પર રહીને કામ કર્યું છે, પરંતુ ચારેય નેતાઓનો એક જ સૂર હતો અને મને જણાવ્યું હતું કે, હવે તમે મંત્રીપદેથી રાજીનામું આપી દો, હવે તમે મંત્રી નથી રહ્યા અને રહેશો પણ નહીં.

આ સિનિયર મંત્રીએ જણાવ્યું છે કે, નારાજ તમામ મારા જેવા સિનિયર મંત્રીઓને મંગળવારના બપોરના અઢી વાગ્યાના સમયે રૂપાણીના બંગલે બોલાવાયા હતા, જેમાં સ્પષ્ટ કહેવામાં છે કે, તમે હવે મંત્રી નથી અને રહેવાના પણ નથી. હું ત્યાં હતો ત્યારે મારી સાથે બીજા ચારેક મંત્રી પણ રહેલા હતા. અમને ચારેયને એક બાદ એક એમ અંદર બોલાવાયા હતા.

આ બધાએ આ અંગે નાની-મોટી નારાજગી જાહેર કરી હતી. રૂપાણી સાહેબના બંગલે જ બોલાવવામાં આવ્યા અને બાદમાં એક બાદ એક મોટા ભાગના નારાજ મંત્રીઓને પહેલા તો સમજાવવામાં આવ્યા હતા. બીમારીને કારણે મંત્રીપદ ન આપવામાં આવે તો સમજ્યા પણ જે સિનિયર છે અને તેને મંત્રીપદ યથાવત રાખવામાં આવે તે જરૂરી છે. આવું બધું કહે તો નારાજ થાય એ સ્વાભાવિક જ છે.

Scroll to Top