નવા સીએમ ભૂપેંદ્ર પટેલના મંત્રીમંડળમાં આ રીતે ખાતાઓની કરાઈ ફાળવણી, જાણો કોને મળ્યો કયો વિભાગ?

ગુજરાતના રાજકારણને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળનારા ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળનું આજે બપોરના રાજભવન ખાતે શપથવિધિ યોજાઈ હતી. આ મંત્રીમંડળની ખાસ વાત એ રહી કે, તેમાં નો-રીપીટ થીયરી અપનાવવામાં આવી હતી.

જેના કારણે જૂના મંત્રીઓના પતા કપાયા હતા. ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળમાં કુલ ૨૪ પ્રધાનોને સામેલ કરવામાં આવ્યા છે. જ્યારે હવે તેમની ફાળવણીને લઈને મોટા સમાચાર સામે આવી ગયા છે. આ મંત્રીઓને ખાતા ફાળવી દેવામાં આવા છે.

રાજેન્દ્ર ત્રિવેદી (વડોદરા) ને મહેસૂલ અને કાયદા, વૈધાનિક સંસદિય બાબતો, કનુભાઈ દેસાઈ (પારડી) ને  નાણા મંત્રાલય, જીતુભાઈ વાઘાણી (ભાવનગર) ને શિક્ષણ મંત્રી, ઋષિકેશ પટેલ (વિસનગર) ને આરોગ્ય મંત્રી, જળસંપતિ અને પાણી પુરવઠો, પૂર્ણેશ મોદી (સુરત)ને  માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડન, પ્રવાસ અને યાત્રાધામ.

રાઘવજી પટેલ (જામનગર ગ્રામ્ય) ને કૃષિ, ગૌસંવર્ધન, પશુપાલન, કિરિટસિંહ રાણા (લીંબડી) – વન પર્યાવરણ, ક્લાઈમેન્ટ ચેન્જ, છાપકામ, સ્ટેશનરી, નરેશ પટેલ (ગણદેવી) – વન પર્યાવરણ આદિજાતી
અર્જુનસિંહ ચૌહાણ (મહેમદાવાદ) ને  ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ, પ્રદીપ પરમાર (અસારવા) – સામાજિક ન્યાય અને અધિકારીતા વગેરે ની જવાબદારી સોંપાઈ છે.

રાજ્ય કક્ષાના મંત્રી હર્ષ સંઘવી (મજૂરા) ને ગૃહ રાજ્ય મંત્રી, રમત ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તેમજ જગદીશ પંચાલ (નિકોલ) ને કુટિર ઉદ્યોગ, બ્રિજેશ મેરજા (મોરબી) ને શ્રમ રોજગાર
જીતુભાઈ ચૌધરી (કપરાડા) – કલ્પસર, મત્સ્યોદ્યોગ અને મનિષા વકીલ (વડોદરા શહેર) ને મહિલા બાળ કલ્યાણ ના મંત્રી બનાવમાં આવ્યા છે.

Scroll to Top