તાજેતરમાં ભરૂચ નજીકથી પસાર થતા વડોદરા-મુંબઈ એક્ષપ્રેસ રસ્તાના બાંધકામ અંગે વર્લ્ડ રેકોર્ડ સર્જાયો હતો જેમાં માત્ર ૨૪ કલાકમાં ૨ કીલોમીટરનો રસ્તો તૈયાર કરવામાં આવ્યો હતો. વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વેનું હાલ નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, ત્યારે ગુજરાતના ભરૂચમાં માર્ગના નિર્માણની કામગીરીને લઈ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ચાર રેકોર્ડ નોંધાયા છે. જે હિસ્સામાં આ એક્સપ્રેસ-વે બન્યો છે એ મૂળ જમીનથી 15 ફૂટ જેટલી ઊંચાઇએ છે. 4 વર્લ્ડ રેકોર્ડની નોંધ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં કરાઇ છે.
આ અંગે વધુ વિગતે જોતા દિલ્હીથી વડોદરા અને વડોદરાથી મુંબઈ તરફ જતો ૮ લેઈન સિમેન્ટ ક્રોકીંટનો રસ્તો ભરૃચ તાલુકાના દયાદરા નજીકથી પસાર થાય છે. આ સડક નિર્માણમાં દુનિયામાં અભૂતપુર્વ ઘટના બની હતી જેમાં માત્ર ૨૪ કલાકના સમય દરમ્યાન બે કીલોમીટર જેટલો રસ્તો તૈયાર કરવામાં આવ્યો હતો. ભરૂચના મનુબર-સાંપા-પાદરા રોડના ભાગ પર 24 કલાકમાં 2 કિમી લાંબા રસ્તાનું નિર્માણ કરાતાં રેકોર્ડ નોંધાયા છે.
આ અંગેની માહિતી રસ્તો બનાવનાર પટેલ ઈન્ફ્રાસ્ટ્રકચર વડોદરાના એમ.ડી. અરવિંદ પટેલે આપી હતી. તેમના જણાવ્યા મુજબ ૧૨૦૦૦ કયુબીક મીટર પેવમેન્ટ કોલેટી ક્રોકીંટ રસ્તો તૈયાર કરાયો હતો. જયારે ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સના ઓબ્ઝર્વર ડો. મનીષ વિશ્નોઇએ જણાવ્યું હતું કે સતત 24 કલાક સુધી પેવમેન્ટ ક્વોલિટી કોન્ક્રીંટિંગ મશીન વડે પ્લાનિંગ અને સંવાદિતા સાધીને જ આ કામગીરી શક્ય બની છે, જેના માટે તેની વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધ લેવાઇ છે.
જે અંગે સ્લીપફોમ પેવર મશીન (Slip-foam Paver Machine) નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ રોડની જાડાઈ ૧૮.૭૫ મીલીમીટર છે તેમજ આ રસ્તાના નિર્માણ અંગે આશરે ૧૨૦૦ કરતા વધુ શ્રમિકો અને એન્જીનીયરો કામે લાગ્યા હતા.
15થી 20 વર્ષમાં તોડી ન શકાય એવો આ રેકોર્ડ દુનિયામાં માઇલ સ્ટોન છે. હાઇવેની મજબૂતી ટકે એ માટે રસ્તો બનાવતી વખતે 2.1 કિલોના 32 એમએમના ડોવેલ બાર (લોખંડના દંડા) દર 4.5 મીટરે નખાયા છે. 62 હજાર જેટલા ડોવેલબાર અને ટાઈબાર આડા અને ઊભા બંને અંતરમાં નખાયા છે. રસ્તાને લોખંડી મજબૂતી આપવાના ભાગરૂપે એને નખાયા હોવાનું કંપનીએ જણાવ્યું હતું. લોકો માટે બેન્ચ માર્ક સેટ કરાયો છે. પ્લાન્ટમાં કલાકનો 840 ક્યૂબિક મીટર સિમેન્ટ કોન્ક્રીટ તૈયાર થાય છે.
આ વિશ્વ રેકોર્ડ કરનાર રસ્તો ભરૃચના મનુબર-સાંપા સેકશન વચ્ચે બનાવાયો હતો. ગોલ્ડબુક ઓફ રેકોર્ડના મનિષ વૈષ્ણવ અને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડસમાંથી એમ.કે.ચૌધરીએ ઈન્વેસ્ટીગેટર તરીકે હાજરી આપી હતી. દિલ્લી-વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વેના 63 કિમીના ભાગના નિર્માણ માટે પટેલ ઈન્ફ્રાસ્ટ્રકચરને કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો છે, જે કરજણના સાપા ગામથી ભરૂચ તાલુકાના નબીપુર કીમ સેકશન સુધી 63 કિમીના માર્ગનું નિર્માણ કરી રહી છે.
24 કલાકમાં નોંધાયા અલગ અલગ ચાર રેકોર્ડ
1. પ્રથમ રેકોર્ડ સૌથી વધુ 14641.43 ક્યૂબિક મીટર સિમેન્ટ કોન્ક્રીટના ઉત્પાદનનો નોંધાયો
2.બીજો રેકોર્ડ 14527.50 ક્યૂબિક મીટર સિમેન્ટ કોન્ક્રીટના ઉપયોગનો નોંધાયો
3.ત્રીજો રેકોર્ડ એક ફૂટ જાડા અને 18.75 મીટર પહોળા એક્સપ્રેસ-વેના નિર્માણનો નોંધાયો
4. ચોથો રેકોર્ડ સૌથી વધુ રિજિડ પેવમેન્ટ ક્વોલિટીને સૌથી વધુ વિસ્તારમાં ફેલાવવા માટે સ્થપાયો
દુનિયાભરમાં એકસાથે 16 મીટર પહોળો એક્સપ્રેસ-વે તૈયાર કરવા માટેના કોંક્રીટ લેયર મશીન વપરાય છે, પણ 18.75 મીટર પહોળા રસ્તાનું કામ હોવાથી પટેલ ઇન્ફ્રાસ્ટ્રકચરે 20 કરોડનું મશીન જર્મનીથી વિશેષ ઓર્ડર આપીને ખરીદાયું છે.
રસ્તાની ખાસિયત: ગુજરાતમાંથી જે એકસપ્રેસ-વે પસાર થવાનો છે અને એનું નિ્ર્માણ કાર્ય હાલ ચાલી રહ્યું છે, સામાન્ય રસ્તાથી જરા અલગ રીતે જ આ રસ્તાનું નિર્માણ કરાઈ રહ્યું છે. જમીનથી 15 ફૂટ ઊંચાઈ પર નિ્ર્માણ થઈ રહેલા આ રસ્તાનું અલગ અલગ પાંચ તબક્કામાં નિર્માણ કરાઈ રહ્યું છે.