કેપ્ટન અમરિંદર સિંહે પંજાબના મુખ્યમંત્રી પદથી આપ્યું રાજીનામું

કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક પહેલા કેપ્ટન અમરિંદર સિંહે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. કેપ્ટને રાજભવન પહોંચીને રાજ્યપાલને રાજીનામું આપ્યું છે. કેપ્ટને તેમના સહાયક મંત્રીઓ અને ધારાસભ્યો સાથે તેમના સત્તાવાર નિવાસસ્થાને બેઠક યોજી હતી. કેપ્ટન અમરિંદરના પુત્ર રણિન્દર સિંહે પણ ટ્વિટ કરીને જણાવ્યું છે કે, કેપ્ટન સીએમ પદ પરથી રાજીનામું આપવા રાજભવન જશે.

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ સિંસવાં ફાર્મ હાઉસથી નીકળીને સેક્ટર-2 માં તેમના સત્તાવાર નિવાસસ્થાન પર પહોંચ્યા હતા. ત્યાં તેમણે તેમના સમર્થકો, મંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદો સાથે બેઠક કરી હતી.

જ્યારે આ બેઠકમાં સાંસદ મોહમ્મદ સદ્દીક, જસબીર સિંહ ડિમ્પા, મનીષ તિવારી, રવનીત બિટ્ટુ, ગુરજીત ઔજલા પણ હાજર રહ્યા હતા. તેના સિવાય મંત્રી વિજય ઈન્દર સિંગલા, સાધુ સિંહધર્મસોત, ડેપ્યુટી સ્પીકર અજાયબ સિંહ ભટ્ટી, રાકેશ પાંડે, રમણજીત સિંહ સિક્કી, રાજકુમાર ચબ્બેવાલ, રાણા ગુરમીત સિંહ સોઢી, બ્રહ્મ મહિન્દ્રા, નવતેજ સિંહ ચીમા, તરસેમ સિંહ ડીસી, રજીન્દર સિંહ, હરપ્રતાપ સિંહ અજનાલા અને કેવલ ઢીલ્લો પણ બેઠકમાં હાજર રહી હતી.

કોંગ્રેસની કાર્યવાહક રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીએ તેમનાથી સવારના રાજીનામાની માંગણી કરી હતી. કેપ્ટન અમરિંદર સિંહથી મળવા વિધાનસભા અધ્યક્ષ રાણા કેપી સિંહ અને તેમની કેબીનેટના વરિષ્ઠ મંત્રી બ્રહ્મ મોહિન્દરા સહિત ઘણા નેતા પહોંચ્યા છે. કેપ્ટનના વિધાયક દળની બેઠકમાં આવવા પર શંકા છે.

Scroll to Top