ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલ પ્રથમ વખત દિલ્હી પ્રવાસ જશે, આ બાબતમાં PM મોદીને મળશે

ગુજરાતમાં વિજય રૂપાણીના રાજીનામાં બાદ નવા મુખ્યમંત્રી બનેલા ભૂપેન્દ્ર પટેલ આજકાલ ચર્ચામાં રહેલા છે. નવા મંત્રીઓના શપથવિધિ સમારોહ બાદ તેઓ રાજ્યના વિવિધ મંદિરોમાં માથુ ટેકવીને પ્રાર્થના કરી હતી.

આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પીએમ મોદીને આવતીકાલના મળવાના છે. ભૂપેન્દ્ર પટેલ આવતીકાલના પીએમ મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરવાના છે. તેની સાથે જ તેઓ આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ મુલાકાત કરવાના છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આનંદીબહેન પટેલ સાથે મુલાકાત કરવામાં આવી હતી. CM બન્યા બાદ ભુપેન્દ્ર પટેલની આનંદીબેન સાથેની આ પ્રથમ મુલાકાત હતી. મુખ્યમંત્રી બન્યા બાદ આનંદીબેન પટેલ સાથે પ્રથમ મુલાકાતમાં તેમણે આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ગઈકાલના જ આનંદીબેન પટેલ અમદાવાદ પહોંચ્યા છે. સામાજિક કારણોસર ઉત્તરપ્રદેશના રાજ્યપાલનો 2 દિવસીય ગુજરાત પ્રવાસ રહેલ છે. જ્યારે હવે ભૂપેન્દ્ર પટેલ આવતીકાલના દિલ્હીમાં પીએમ મોદી અને અમિત શાહ સાથે શુભેચ્છા મુલાકાત જશે.

તેની સાથ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અમદાવાદના એનેક્ષી ખાતે સાબરમતી આશ્રમ રિ-ડેવલપમેન્ટ માટેની બેઠક યોજવામાં આવી છે. જ્યારે આ મહત્વની બેઠકમાં કૈલાસનાથન, સચિવ અવંતિકા સિંઘ અને અધિક મુખ્ય સચિવ પંકજ જોશી પણ હાજર રહ્યા હતા.

આશ્રમ રોડ રિ-ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટમાંથી એક છે. તેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રોજેક્ટ સમીક્ષા અને આશ્રમવાસીઓ મુદ્દે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.

Scroll to Top