ભૂપેન્દ્ર પટેલને CM બનતા જ ડાંડાઈ કરનાર અધિકારીઓને આ બાબતને લઈને વધ્યો ભય

વિજય રુપાણીના સીએમ પદ પરથી વિદાય અને નવા મંત્રી મંડળમાં નો રિપીટ થિયરી ના કારણે રાજકારણમાં પરિવર્તન આવ્યું છે. જ્યારે આજ પરિવર્તનનો પવન હવે વહીવટી તંત્રમાં પણ જોવા મળે તેવી શક્યતા છે.

સીએમ તરીકે ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક એવું નામ સામે આવ્યું છે જેની કયારેય કોઇએ કલ્પના પણ કરી નહોતી. કેટલાક અધિકારીઓ દ્વારા ભૂપેન્દ્ર પટેલ જ્યારે પ્રજાના કામ લઇને તેમની પાસે જતા ત્યારે તેમને હલકામાં લેવામાં આવતા હતા. એમને એવો ભય છે કે, સીએમ પદ પર બિરાજમાન થયા બાદ હવે ભૂપેન્દ્ર પટેલ વીણી વીણીને તેમને કિનારા પર લાવી દેશે.

તેમાં પણ ખાસ કરીને વાત કરવામાં આવે તો તે અમદાવાદ અને ગાંધીનગરમાં સિનિયર પોઝિશન પર રહેલા અધિકારીઓ દ્વારા ભુપેન્દ્ર પટેલના કામ કરવામાં ડાંડાઇ કરી હતી તેવા તમામ અધિકારીઓ હાલ શોકમાં આવી ગયા છે. તેની સાથે ડાંડાઇ કરી અથવા તો જેમના માથે રુપાણીનું લેબલ લાગેલ છે તેવા તમામ અધિકારીઓએ ભૂપેન્દ્ર પટેલની ગુડ બુકમાં આવવા માટે એડી ચોટીનું જોર પણ શરુ કરી દીધું છે.

રુપાણી સરકારમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઇને IAS અધિકારીઓની બદલીની વાતો ચર્ચાઓ રહી હતી. ઓલ મોસ્ટ આઇએએસ અધિકારીઓની બદલીઓ કરી દેવામાં આવી હતી. જ્યારે આઇપીએસ બદલીઓની રાહ જોવાતી હતી ત્યાં જ સીએમ રુપાણીને ખસેડી દેવામાં આવતા હવે ફરીથી નવા સીએમની કાર્યશૈલી, જરુરિયાત અને દ્રષ્ટિકોણ અનુસાર ફરીથી આઇએએસ અને આઇપીએસ બદલીઓની ચર્ચા શરુ થઈ ગઈ છે.

અધિકારીઓની નિમણૂકોમાં જે તે વિભાગના નવ નિયુક્ત મંત્રીઓની મરજી, ના-મરજી, ટ્યુનિંગ અને ખાસ અધિકારીઓ માટેની માંગણી પણ મહત્વનો ભાગ ભજવી શકે તે સમાન છે. હજી તો વહીવટી અધિકારી માંડ એક વિભાગમાં સેટ થયા હોય ત્યાં જ તેમને વિભાગ બદલવાનો ઓર્ડર આપવામાં આવશે. આઇપીએસ બદલીઓમાં સ્વાભાવિક રીતે જ સી આર પાટીલનો રોલ પણ અગત્યનો રહી શકે છે.

Scroll to Top