અફઘાનિસ્તાનથી આવેલ ડ્રગ્સને લઈને કરાયો મોટો ખુલાસો, ડ્રગ્સની કિંમત 20 હજાર કરોડને પાર થઇ

ગુજરાતમાં સતત ડ્રગ મુદ્દે મોટા ખુલાસા થઈ રહ્યા છે. જ્યારે આજે પણ કંઇક એવા જ સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં DRI ની ટીમ મોટી સફળતા મળી છે. જેમાં જાણવા મળ્યું છે કે, ટેલ્કમ પાઉડરની આડમાં હેરોઇનની હેરાફેરી કરવામાં આવી રહી હતી. તેનો આંકડો 20 હજાર કરોડને પાર થઇ ગયો છે.

આ બાબતમાં કુલ 5 લોકોની ધરપકડ પણ કરાઈ છે અને તપાસને ઝડપી બનાવવામાં આવી છે. જ્યારે કચ્છની DRI ટીમ દ્વારા માહિતીના આધારે દરોડા પાડી ડ્રગની હેરાફેરીનું રેકેટ પકડી પાડવામાં આવ્યું હતુ. જેમાં એક બાદ એક ખુલાસાઓ કરવામાં આવી રહ્યા છે.

ડીઆરઆઈની ટીમ દ્વારા ચેન્નાઈમાંથી એક દંપતીની પણ ધરપકડ કરવામાં આવી છે અને જે આયાતકારો પણ છે. તેની સાથે અન્ય 3 લોકોની પણ ધરપકડ કરાઈ છે અને જેમાં 2 અફઘાનિસ્તાનના લોકો હોવાની જાણકારી સામે આવી છે.

તેની સાથે તપાસમાં જાણકારી સામે આવી છે કે, આ ડ્રગને અફઘાનિસ્તાનના હસન હુસૈન લિમીટેડ કંપની દ્વારા વિજયવાડાની અશી ટ્રેડિંગ કંપનીને મોકલવામાં આવતું હતું અને જે ટેલ્કમ પાઉડરની આડમાં લાવવામાં આવતું હતું. ડીઆરઆઈ દ્વારા પેહલા એફએસએલ પાસેથી ખાતરી કરવામાં આવ્યા બાદ આગળ તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ મુદ્દે હાલ દિલ્હી, અમદાવાદ, વિજયવાડા, ચેન્નાઈ, મુદ્રા અને અન્ય જગ્યાએ દરોડા પડાઈ રહ્યા છે અને તેના અન્ય ઘણા ખુલાસો પણ સામે આવશે. જ્યારે 15 સપ્ટેમ્બરથી શરુ કરવામાં આવેલા આ દરોડા હાલ પણ યથાવત રાખવામાં આવેલ છે અને દંપતીના રિમાન્ડ મેળવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મુદ્દે હાલ ડીઆરઆઈના અધિકરીઓ કંઈપણ કહેવામાં આવી રહ્યું નથી.

તેમ છતાં ચેન્નઈના દંપતીની ધરપકડ કરી 10 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા છે. હવે આ રેકેટમાં અન્ય કોણ સામેલ છે તેની પણ તપાસ કરાઈ રહી છે. આ ડ્રગ્સ રેકેટની વાત કરવામાં આવે તો દિલ્હીમાંથી ત્રણની ધરપકડ કરાઈ હતી. જેમાં બે અફઘાનિસ્તાની નાગરીક પણ સામેલ છે. અત્યાર સુધી આ પ્રકરણમાં થયેલી ધરપકડનો આંક 5 પર પહોંચી ગયો છે

ભારતની વાત કરવામાં આવે તો છેલ્લા થોડા સમયથી ડ્રગ્સ ઘુસાડવા માટે ગુજરાતના દરિયાકાંઠાનો ઉપયોગ કરાઈ રહ્યો છે. જેમાં શનિવારની રાત્રિના સમયે પણ ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે ગુજરાતના દરિયાકાંઠામાંથી 250 કરોડ રૂપિયાનો હેરોઈનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ જથ્થો પણ ઈરાનથી જ ગુજરાતમાં લવાઈ રહ્યો હતો. સુરક્ષા એજન્સીઓ દ્વારા ડ્રગ્સના જથ્થા સાથે 7 ઈરાની નાગરિકોની પણ ધરપકડ કરવામાં આવી હતી.

Scroll to Top