પાવાગઢ મંદિર ના મુખ્ય ટ્રસ્ટી અને તેમનાં મિત્ર સામે વડોદરામાં દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. દિલ્હીથી કાયદાનો અભ્યાસ કરવા આવેલ યુવતી દ્વારા ગોત્રી પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસ દ્વારા બંને આરોપીઓની ધરપકડ માટે તપાસ શરુ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાની ખાનગી કંપનીમાં નોકરી કરનાર યુવતી દ્વારા શહેરનાં વાસણા રોડ પર આવેલ ગેસ્ટ હાઉસમાં મિટીંગ કરવાના નામે લઇ જઇને કેફી પીણું પીવડાવી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, જેમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અશોક જૈન અને પાવાગઢ મંદિરનાં ટ્રસ્ટી રાજુ ભટ્ટ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
જ્યારે મુળ હરિયાણાનાં રોહતકની અને વડોદરામાં અભ્યાસ સાથે નોકરી કરનારી યુવતી દ્વારા ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, બંને આરોપી દ્વારા જમીનમાં 50 ટકા ભાગ આપવાની અને કંપનીમાં સીઇઓ બનાવવાની લાલચ આપી ફરિયાદ ન કરવાની ધમકી આપવામાં આવી હતી.
તેની સાથે પોલીસ ફરિયાદના અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દિલ્હીથી કાયદાનો અભ્યાસ કરવા આવેલી યુવતી દ્વારા ગોત્રી પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં યુવતી દ્વારા મંદિરના ટ્રસ્ટી રાજુ ભટ્ટ અને અશોક જૈન પર દુષ્કર્મનો આરોપ લગાવવામાં આવ્યો છે.
આ બાબતમાં વધુ જાણવા મળ્યું છે કે, રાજુ ભટ્ટ દ્વારા બળાત્કાર બાદ યુવતીના ફોટો પણ વાઇરલ કર્યાં હોવાની યુવતી દ્વારા ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. આ સિવાય બંને નરાધમો એ જમીનમાં 50 ટકા ભાગ આપવાની અને કંપનીમાં સી.ઇ.ઓ. બનાવવાની લાલચ આપી ફરિયાદ ન કરવાની ધમકી આપવામાં આવી હતી. પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગોત્રી પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, મૂળ હરિયાણાના રોહતકની વતની અને હાલ વડોદરાના દિવાળીપુરા વિસ્તારમાં રહેનારી 24 વર્ષીય યુવતી શહેરની ખાનગી યુનવર્સિટીમાં એલએલબીનો અભ્યાસ કરી રહી છે. યુવતીના માતા-પિતા હરિયાણા વસવાટ કરે છે. યુવતીનો પ્રથમ વર્ષનો અભ્યાસ પૂર્ણ થતાં લાઇઝનીંગની તાલીમ અર્થે ચકલી સર્કલ સ્થિત એક કંપની ખાતે લેન્ડ લો ટ્રેનીંગ પ્રોજેક્ટમાં છેલ્લા પાંચ મહિનાથી કામ કરવામાં આવી રહ્યું છે. આ કંપનીના માલિક અશોકભાઇ દ્વારા યુવતીને રહેવા માટે ભાડેથી ફ્લેટ આપવામાં આવ્યો હતો.
જેમાં જાણવા મળ્યું છે કે, આજવા રોડ પર આવેલી સહારા ઇન્ડસ્ટ્રીઝની જમીન બાબતમાં અશોકભાઇ અને પાવાગઢ મંદિરના ટ્રસ્ટી રાજુ ભટ્ટ અને ઇન્વેસ્ટર રાજુભાઇ વચ્ચે મિટિંગ કરવામાં આવી રહી હતી. ત્યાર બાદ યુવતી થોડો સામાન લઇ પોતાના વતન રોહતક જવા માટે ચાલી ગઈ હતી. ત્યાં દિલ્હી પહોંચ્યા બાદ અશોક દ્વારા યુવતીને ધમકાવવામાં આવી હતી.
જેના કારણે યુવતી પરત દિલ્હીથી વડોદરા ફરી આવી અને શહેરના ગોત્રી પોલીસ મથકમાં કંપનીના માલિક અશોક જૈન અને ઇન્વેસ્ટર રાજુ ભટ્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા બંનેની ધરપકડ કરવા માટે તપાસ શરુ કરવામાં આવી છે.