દેશમાં કોરોના વાઇરસની બીજી લહેરનું પ્રમાણ હવે ધીરે-ધીરે ઓછુ થઈ રહ્યું છે. કોરોના વાઇરસના કારણે સંક્રમિતોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહેલો છે. મંગળવારના સંક્રમણના 26 હજાર કેસ સામે આવ્યા હતા અને તેની સાથે જ 252 લોકોનાં મોત નીપજ્યા છે.
આ દરમિયાન દિલ્હી એઈમ્સના ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાના જણાવ્યા મુજબ કોરોના મહામારી હવે રહી નથી. દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા નહિવત રહેલી છે, તેમ છતાં તેમના દ્વારા એલર્ટ કરવામાં આવ્યું છે કે, જ્યાં સુધી ભારતમાં દરેક વ્યક્તિને વેક્સિન ના લાગી જાય ત્યાં સુધી સતર્ક રહેવાની જરૂરીયાત છે.
જ્યારે ડોક્ટર ગુલેરિયા દ્વારા કહેવામાં આવ્યું હતું કે, લોકો દ્વારા તહેવારોમાં ભીડથી દૂર રહેવાની જરૂર છે. ભારતમાં હવે સંક્રમિતોનો આંકડો 25 હજારથી 40 હજારની વચ્ચે આવી ગયું છે. જો લોકો સાવધાન રહેશે તો કોરોના સંક્રમણના કેસ ધીમે-ધીમે ઘટાડો થઈ શકે છે.
તેમણે જણાવ્યું છે કે, દેશમાં કોરોના સંપૂર્ણ રીતે હવે ક્યારેય સમાપ્ત થશે નહીં પરંતુ ભારતમાં જે મુજબ ઝડપથી વેક્સિનેશન ચાલી રહ્યું છે એ જોતાં લાગે છે કે હવે એ મોટે પાયે ફેલાઈ શકશે નહીં. એઇમ્સના ડિરેક્ટર ડોક્ટર ગુલેરિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે, કોરોના વાઇરસ ખૂબ જ ટૂંક સમયમાં સામાન્ય ફ્લૂ એટલે કે, સામાન્ય ખાંસી-શરદી અને તાવ જેવો થઈ જશે કેમકે લોકોમાં હવે આ વાઇરસ સામેની ઈમ્યુનિટી પણ આવી ગઈ છે. તેમ છતાં વધારે બીમાર અને ઓછી ઈમ્યુનિટીવાળા લોકો માટે હજી પણ આ વાઇરસ જીવલેણ સાબિત બની શકે છે.
ડોક્ટર ગુલેરિયા દ્વારા એ પણ કહેવામાં આવ્યું છે કે, ભારતમાં પ્રાથમિકતા એ પણ છે કે, દરેક લોકોને વેક્સિનના બંને ડોઝ લગાવાય. બાળકોને પણ વેક્સિન આપવામાં આવે ત્યાર બાદ બૂસ્ટર ડોઝ પર ભાર આપવો જોઈએ. તેમણે જણાવ્યું હતું કે, થોડા સમય બાદ ખૂબ બીમાર, વૃદ્ધો અથવા નબળી ઈમ્યુનિટીવાળા લોકોને જ બૂસ્ટર ડોઝ આપી શકાય છે. તે પણ જરૂરી નથી કે, બૂસ્ટર ડોઝ એને જ આપી શકાય જેણે અગાઉ બે વેક્સિન લઇ લીધી હોય. તેમ છતાં આ વિશે પહેલા એક પોલિસી બનાવામાં આવશે.
જ્યારે ગુલેરિયાએ જણાવ્યું હતું કે, અમુક લોકોને બૂસ્ટર ડોઝની જરૂર પડે તેવી શક્યતા છે. આ બૂસ્ટર ડોઝ વેક્સિનના બીજા ડોઝ તરીકે પણ અપાઈ શકે છે, પરંતુ આ વિશે હજી નિર્ણય લેવાશે. પહેલા દરેકને વેક્સિનનો પ્રથમ ડોઝ મળે એ જરૂરી રહેલી છે, ત્યાર બાદ બૂસ્ટર ડોઝ અપાશે. ડોક્ટર ગુલેરિયાએ જણાવ્યું હતું કે, ડિસેમ્બર સુધી દેશમાં દરેક લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ મળી જાય એવો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.