રાજસ્થાનના જયપુરમાં ખેલાયો ખૂની ખેલ, પહેલા વ્યક્તિને ગોળી મારી પછી પથ્થરથી માથું કચડી નાખી કરવામાં આવી હત્યા

રાજસ્થાનના પાટનગર જયપુરમાં હત્યાનો એક વિચિત્ર બનાવ સામે આવ્યો છે. બનીપાર્કમાં પાંચથી છ બદમાશો દ્વારા સ્કૉર્પિયોમાં સવાર યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી હતી. બદમાશો દ્વારા આવતાની સાથે જ મિત્રો સાથે બેઠેલા યુવકના હાથમાં ગોળી મારી દેવામાં આવી હતી.

લોહીલૂહાણ થયેલા યુવક દ્વારા ગાડીમાંથી નીચે ઉતરીને બચવા માટે આશરે 30 મીટર દૂર સુધી ભાગવામાં પણ આવ્યું હતું. ત્યાર બાદમાં બે પિસ્ટલમાંથી ફાયરિંગ કરવામાં આવતા બદમાશોએ યુવકને ઘેરી લીધો અને તેને ઢસડીને એક ચાની કેબિન પર લઈને ચાલ્યા ગયા હતા.

ત્યાં જઈને યુવકના માથામાં ગોળી મારીને ભેજું ઉડાવી દેવામાં આવ્યું હતું. યુવક જીવતો ન રહે તેની ખાતરી કરવા માટે બદમાશો દ્વારા મોટા પથ્થરથી તેનું માથું કચડી નાખવામાં આવ્યું હતું. માથામાં ગોળી વાગવાથી ઘટના સ્થળની જમીન પર જ અડધો ફૂટ ઉંડો ખાડો થઈ ગયો હતો. ત્યાર બાદ બદમાશો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ દરમિયાન બદમાશોની પિસ્તોલ એક મેગઝીન ઘટનાસ્થળે પડી રહી ગઈ હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસને ઘટના સ્થળેથી અડધો ડઝન જેટલા ફૂટેલા કારતૂસના ખોખા મળી આવ્યા હતા.

આ બનાવ બાબતમાં એડિશનલ ડીસીપી રામસિંહે કહ્યું છે કે, આ બનાવ રામ મંદિર નજીક સૂતમીલ ફાટક પાસે મંગળવારના બપોરના એક વાગ્યા થયો હતો. પીડિત યુવકની ઓળખ સદર પોલીસ મથક પાછળ બડોદિયા વસ્તી નિવાસી 42 વર્ષીય અજય યાદવ તરીકે કરાઈ રહી છે. અજય પોતાના નિત્યક્રમ મુજબ સૂતમીલ ફાટક પાસે ચા પીવા માટે ગયેલ હતા. અહીં તેનો સાથી સૌરભ પણ આવ્યો ગયો હતો. બંને ચા પીને સ્કોર્પિયો ગાડીમાં બેઠેલા હતા. આ દરમિયાન ટુ-વ્હીલર પર આવેલા બદમાશો દ્વારા ડ્રાઇવિંગ સીટ પર બેઠેલા અજય પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે, અજય યાદવ વિરુદ્ધ 2018 ના વર્ષ બાદ કોઈ જ કેસ સામે આવ્યો નહોતો. આ અગાઉ તેની સામે 10-12 મારપીટના કેસ દાખલ કરવામાં આવ્યા હતા. જે રીતે હત્યા કરવામાં આવી છે તેને જોતા પોલીસ દ્વારા વેરની ભાવનાથી અજયની હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. અજયની હત્યા કરનાર લોકો પ્રોફેશનલ હોવાનું કહેવાઈ રહ્યું છે. પોલીસ હુમલાખોરોને પકડવા માટે આજુબાજુના સીસીટીવી ફૂટેજ પ્રાપ્ત કરી રહ્યા છે. ધોળા દિવસે થયેલી હત્યાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે.

Scroll to Top