સુરતમાં ૧૨ વર્ષના બાળકે બાથરૂમમા ગળે ફાંસો ખાઈને કરી આત્મહત્યા, કારણ જાણીને ચોંકી જશો

સુરતમાં આપઘાત કર્યાની અનેક ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે. જ્યારે આજે કંઇક એવી જ ઘટના સામે આવી છે. સુરતમાં 12 વર્ષના બાળક દ્વારા આપઘાત કરી લેવામાં આવતા હાહાકાર સર્જાયો છે. જેમાં જાણવા મળ્યું છે કે, ધોરણ-8 માં અભ્યાસ કરનાર વિદ્યાર્થીએ ઘરના બાથરૂમમાં ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો છે.

શુક્રવારના બાળક દ્વારા ભરવામાં આવેલ આ અંતિમ પગલાને કારણે આખા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. હાલ આ વિદ્યાર્થીએ કયા કારણોસર આપઘાત કર્યો તે હજી સુધી જાણવા મળ્યું નથી. હાલ પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ કેસમાં મળી માહિતી અનુસાર, સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા રણછોડનગરમાં 12 વર્ષના વિદ્યાર્થી તેના માતાપિતા અને ભાઇ-બહેનો સાથે રહી રહ્યો હતો. વિદ્યાર્થી દ્વારા શુક્રવારના બપોરે સ્કૂલેથી આવ્યા બાદ બાથરૂમમાં ફાંસો ખાઈ આપઘાત કરી લેવામાં આવ્યો છે.

જેના કારણે સમગ્ર પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. મૃતક પાર્થ ધોરણ-8નો વિદ્યાર્થી હતો અને શુક્રવારના શાળાએથી આવ્યા બાદ ભોજન કરી પિતા સાથે સૂઇ ગયા બાદ બાથરૂમ જવાનું કહી તે રૂમમાંથી બહાર નીકળ્યો હતો. ત્યાર બાદ આપઘાત કરેલી હાલતમાં મળી આવ્યો હતો.

જ્યારે બાળકના આ અંતિમ પગલા પાછળના કારણ અંગે પરિવારને કોઈ જાણ નથી. બાળકના પિતા રામભાન શાહુ દ્વારા મીડિયા સાથે વાતચીત કરતા જણાવવામાં આવ્યું છે કે, પુત્રના આપઘાતના કારણથી તે અજાણ છે. આપઘાતનું કોઈ કારણ મને ખબર નથી, મને સુવડાવી કુદરતી હાજતે તે ચાલ્યો ગયો હતો. સાંજના ચાર વાગે માતાએ ફાંસો ખાધેલી હાલતમાં દીકરાને જોયો હતો. ગભરાયેલી માતા દ્વારા બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો પણ એકઠા થઈ ગયા હતા.

મધ્યપ્રદેશના છતરપુરમાં પણ 13 વર્ષના કૃષ્ણા પાંડે દ્વારા આપઘાત કરવામાં આવ્યો હતો. માતા દ્વારા 13 વર્ષના એકમાત્ર પુત્રને ઓનલાઈન ગેમ્સમાં પૈસા ખર્ચવા બદલ ઠપકો આપવામાં આવ્યો હતો. ત્યારબાદ પુત્રે ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાસ્થળથી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી. સગીર દ્વારા ફ્રી ફાયર રમતી વખતે 40 હજાર રૂપિયા ગુમાવવા હોવાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

તેની સાથે તેને લખ્યું છે કે, મને માફ કરજો મમ્મી, રડશો નહીં. વિવેક પાંડે તેની પત્ની પ્રીતિ પાંડે, પુત્ર કૃષ્ણા અને પુત્રી સાથે છત્રરપુરના સાગર રોડ પર વસવાટ કરે છે. જયારે વિવેક પેથોલોજી ઓપરેટર છે, જ્યારે પ્રીતિ જિલ્લા હોસ્પિટલમાં કામ કરતી હોવાનું સામે આવ્યું છે.

જાણકારી મજબ, કૃષ્ણા 6ઠ્ઠા ધોરણનો વિદ્યાર્થી હતો. પિતા શુક્રવારના બપોરે 3 વાગ્યે પેથોલોજી લેબ પર રહેલા હતા. ત્રણ મહિના પહેલા આ નવા ઘરમાં સમગ્ર પરિવાર રહેવા આવ્યો હતો. કૃષ્ણા ઓનલાઈન અભ્યાસ કરવાની સાથે ફ્રી ફાયર ગેમનો વ્યસની બની ગયો અને તેને તેમાં પૈસા ગુમાવ્યા અને આપઘાત કરવાનું પગલું ભરી લીધું હતું.

Scroll to Top