વડોદરા હાઈપ્રોફાઈલ રેપ કેસને લઈને થયો મોટો ખુલાસો, પીડિતાએ જણાવી આપવીતી, આ રીતે રેપ થયો હતો….

વડોદરા હાઈપ્રોફાઈલ રેપ કેસમાં અંતે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસની જવાબદારી સંભાળી લેતા પીડિતાની પુછપરછ શરૂ કરી દેવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, બંને આરોપી અશોક જૈન અને રાજુ ભટ્ટ પીડિતાને એટલી હદે માર મારવામાં આવ્યો હતો કે તેને હજી પણ બ્લીડિંગ થઈ રહ્યું છે. પૂછપરછ દરમિયાન પીડિતાની સાથે અગ્રણી મહિલા અને સામાજિક કાર્યકર શોભનાબેન રાવલ પણ પોલીસ સ્ટેશનમાં ઉપસ્થિત રહ્યા હતા.

પીડિતાને લઈને શોભનાબેન મીડિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે, સીએ અશોક જૈન દ્વારા સૌથી પહેલા પીડીતાને કેફી પીણું પીવડાવવામાં આવ્યું હતું જેના કારણે તે અર્ધબેભાન થઈ ગઈ હતી. જ્યારે રાજુ ભટ્ટની ત્યાં હાજરી હોવા છતાં અશોક જૈન તેને ઓળખતો નહીં હોવાનું કહી રહ્યા છે.

રાજુ ભટ્ટના ગયા બાદ આરોપી અશોક જૈન પીડિતાના કપડા કાઢી નાખતા પીડિતા દ્વારા પ્રતિકાર કરવામાં આવ્યો હતો. જેના લીધે અશોક જેને માફી પણ માંગી હતી. તેમ છતાં 4-5 દિવસ પછી ફરીથી અશોક જૈન પીડિતાના ઘરે ગયો હતો અને તેણે યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું.

જ્યારે આ દરમિયાન અશોક જૈન દ્વારા પીડિતાની છાતીમાં મુક્કા મારવામાં આવ્યા હતા અને પેઢુમાં લાત પણ મારતા તેને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જેના લીધે પીડિતાને આજે પણ બ્લીડિંગ થઈ રહ્યું છે. પીડિતાનું કાઉન્સેલિંગ કરનારના જણાવ્યા મુજબ, અશોક જેને બળાત્કાર ગુજાર્યો તેના બીજા જ દિવસે રાજુ ભટ્ટ પણ પીડિતાના ઘરે પહોંચી ગયો હતો અને તેણે પણ તે જ રીતે યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ સિવાય રાજુ ભટ્ટ દ્વારા પીડિતાની છાતી પર પગ મૂકીને લાતો મારવામાં આવી હતી.

ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પીડિતાની ત્રણ કલાક પૂછપરછ કરવામાં આવી હતી જેમાં તેણીએ ઉપરોક્ત જાણકારી આપી હતી અને આરોપીઓને ઝડપી પાડવા અને કડક કાર્યવાહી કરવાની માંગણી પણ કરી છે. આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચના એક અધિકારીના જણાવ્યા મુજબ, રાજુ ભટ્ટ અને અશોક જૈન અથવા બંનેમાંથી કોઈ એક દેશ છોડીને ભાગી ગયા હોવાની શંકા પણ છે. આરોપીઓની શોધખોળમાં પાંચ દિવસનો વિલંબ થતાં તેમને ભાગી જવામાં મદદ પણ મળી હતી.

Scroll to Top