નવસારીથી સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. નવસારીની યુવતી સાથે સુરત-મરોલી સ્ટેટ હાઈવે પર જાણીતા રિસોર્ટમાં સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. તેમાં જાણીતા રિસોર્ટમાં કામ કરનારી યુવતીને લગ્ન પ્રસંગમાં રોકી રાખવામાં આવી હતી. જ્યારે પ્રસંગમાં આઈસ્ક્રીમ ખાધા બાદ યુવતી બેભાન થઈ ગઈ હતી.
પરંતુ યુવતી ભાનમાં આવી ત્યારે નવસારીની ખાનગી હોસ્પિટલમાં દાખલ હતી. રિસોર્ટમાં બેભાન થયા બાદ યુવતી સાથે સામુહિક દુષ્કર્મ થયાની લેખિત ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નવસારીના સ્ટેટ હાઈવે પર એક જાણીતા રિસોર્ટમાં આ ઘટના ઘટી હતી. યુવતી દ્વારા રિસોર્ટના માલિક સહિત 5 સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ગ્રામ્ય પોલીસ દ્વારા લેખિત ફરિયાદના મુજબ તપાસ શરુ કરવામાં આવી છે. યુવતી દ્વારા પોલીસ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, તે સ્ટેટ હાઈવે પર આવેલ જાણીતા રિસોર્ટમાં નોકરી કરે છે. આ રિસોર્ટમાં નોકરીનો પ્રસંગ હોવાના કારણે તેને અવારનવાર ત્યાં રોકાવુ પડે છે.
ગઈકાલના એક લગ્ન પ્રસંગ હોવાના કારણે તેણે તેમાં આઈસ્ક્રીમ ખાઈ લીધો હતો, તેના પછી તે બેભાન થઈ ગઈ હતી. ત્યાર બાદ જ્યારે તેને ભાન આવ્યું ત્યારે તે રિસોર્ટમાં નહિ, પરંતુ હોસ્પિટલમાં જોવા મળી હતી.
હોસ્પિટલના બેડ પર સુતા દરમિયાન યુવતીને ધ્યાનમાં આવ્યું કે, તેની સાથે રિસોર્ટમાં ના થવાની ઘટના ઘટી છે. તેણે પોતાની સાથે સામૂહિક દુષ્કર્મ થયુ હોવાની શંકા છે. જેના કારણે તેણે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. આ બાબતમાં ગ્રામ્ય પોલીસ દ્વારા રિસોર્ટમાં તપાસ શરુ કરવામાં આવી છે.