યાત્રાધામ અંબાજીમાં મંદિર ટ્રસ્ટ દ્વારા મોટો એક ખુલાસો કરવામાં આવ્યો છે. યાત્રાધામ અંબાજીમાં મંદિર ટ્રસ્ટ ભાદરવી પૂનમ બાદ ભંડારાની ગણતરી કરવામાં આવતા છેલ્લા બે વર્ષમાં ભક્તો દ્વારા માતાજીને ચઢાવવામાં આવેલા પૂજાપાની ચાંદી નકલી હોવાનું જોવાનું મળ્યું છે. જ્યારે હવે ટ્રસ્ટ દ્વારા ખોટી ખાખર તરીકે ગણી તેની હરાજી દ્વારા નિકાલ કરવાનો વિચાર કરવામાં આવ્યો છે.
પ્રસાદીના સ્ટોર પરથી ચાંદીના છત્રો લેવામાં આવતા હોય છે. યાત્રાધામ અંબાજીમાં લાખો શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શન અને વિવિધ બધા આખડી પૂર્ણ કરવા માટે આવે છે. અંબાજી આવતા ભક્તો દ્વારા આખડી પૂર્ણ કરવા સ્થાનિક પ્રસાદના સ્ટોર પરથી ચાંદીના છત્રોથી માંડી યંત્રો, નેત્ર, માતાજીના પગલા ખરીદી અને માતાજીના ભંડારમાં અર્પણ કરવામાં આવે છે. તેમ છતાં મા અંબાની સન્મુખ રાખેલી દાનપેટીમાં ચાંદીના છત્ર સીધાજ ભંડારમાં જમા કરવામાં આવે છે. જે નકલી હોવાનું સામે આવ્યું છે.
આ બાબતમાં શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના એકાઉન્ટ વિભાગના સવજીભાઈ પ્રજાપતિ દ્વારા કહેવામાં આવ્યું છે કે, ‘વર્ષ 2020 માં મંદિર મહામારીના કારણે મોટા ભાગે બંધ રહ્યું હતું. તેને બાદ કરતા ભંડાર ગણતરીમાં વર્ષ 2019-20માં ભંડારમાં 273 કી. ગ્રા. અને વર્ષ 2021 દરમ્યાન ભંડારમાં 113 કી. ગ્રા. ખોટી ચાંદીનો પૂજાપો એકત્રીત થયો છે. સોની પાસે દર વર્ષે આ જથ્થો ચેક કરાવવામાં આવે છે. જેમાં આ ચાંદી નકલી હોવાનું જાણકારી સામે આવી હતી. આ જથ્થાને ખોટી ખાખર તરીકે મૂલવી તેના નિકાલની વ્યવસ્થા કરાશે.