એક ભારતીયના વિચારે વુદ્ધ લોકોનું બદલી નાખ્યું જીવન, દેશી ટોયલેટને મોર્ડન ટોયલેટમાં ફેરવ્યું આ રીતે

ઇન્ડિયન ટોયલેટમાં બેસવું બધા માટે સરળ નથી હોતું. ઘરડા લોકો હોય કે યુવાનો, બધા વેસ્ટર્ન ટોયલેટ શોધતા રહે છે. તેનું કારણ ઇન્ડિયન ટોયલેટમાં લાંબો સમય સુધી બેસવામાં હેરાની થાય છે. જ્યારે વેસ્ટર્ન ટોયલેટમાં ફોન ચલાવતા ચલાવતા પણ લાંબો સમય સુધી બેસી શકીએ છીએ. આ વાત તો તે લોકો માટે છે જે વેસ્ટર્ન ટોયલેટ બનાવી શકે.

દેશની એક મોટા ભાગની વસ્તી થોડા વર્ષો પહેલા સુધી ટોયલેટની આદત વાળી નહોતી. વેસ્ટર્ન ટોયલેટ તો બહુ દુરની વાત છે, ઘરડા લોકોને ઇન્ડિયન ટોયલેટનો ઉપયોગ કરવામાં મુશ્કેલી થાય છે. ઘણી વખત વડીલો પેશાબ રોકી રાખતા હોય છે કેમકે ઘુંટણનો દુખાવો અસહ્ય થતો હોય છે. ઘરડા લોકોની આ સમસ્યા સમજીને સત્યજીત મિત્તલ કે જેવો MIT, Institute of Design નાં વિદ્યાર્થી રહી ચુક્યા છે, તેમના દ્વારા આ સમસ્યાનું સમાધાન શોધી કાઢવામાં આવ્યું છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, સત્યજિતના ડિઝાઇન કરવામાં આવેલ ટોયલેટ પર સરળતાથી બેસી શકાય છે અને તેમાં પાણીની જરૂરિયાત પણ ઓછી રહે છે. સત્યજિતે કહ્યું છે કે, મેં પહેલા સમસ્યાને ઓળખી, લોકોનું સ્વાસ્થ્ય, સાફ-સફાઈ અને તેની સાથે જ લોકો સરળતાથી બેસી શકતા નહોતા. સૌથી જરૂરી તે હતું કે, ટોયલેટ જવાની આદતને બદલવી પડશે. મોટાભાગના લોકો પોતાની એડી ઊંચી કરીને બેસે છે અને પગની આંગળીઓથી શરીરને સંતુલિત કરતા હોય છે. કેમકે તેમને ટોયલેટ કરવામાં મુશ્કેલી પડતી હોય છે.

જેમાં પગની આંગળીઓ પર સંપુર્ણ ભાર આપવાથી પડવાનો ભય રહે છે અને ઘુંટણ ઉપર પણ તેની આડઅસર પડે છે. તેની સાથે જ પાણીનો પણ વધારે ખર્ચ પણ થતો નથી. ટોઇલેટના ફુટરેસ્ટ જો જરા ઊંચા હોય તો તમે અન્ય કોઈ રીતે બેસવાનો પ્રયત્ન પણ કરી શકો છો.

તેની સાથે ૨૦૧૬ માં જ સત્યજિત ને SquatEase નો મગજમાં વિચાર આવ્યો હતો. ભારત સરકાર તરફથી તેમને Prototyping Grant મળી અને તેમણે કામ શરૂ કરી દીધું હતું. લોકોના ઘુંટણ અને સાથળ પર વધારે પ્રેશર આવતું હતું, એટલા માટે સત્યજિતે દેશી ટોયલેટને રીડિઝાઈન કર્યું હતું. સત્યજિતના રીડિઝાઈન કરેલા ટોયલેટમાં લોકોને પોતાની એડી યોગ્ય રીતે રાખવાની સુવિધા પણ મળે છે. ટોયલેટમાં વધારે સરફેસ છે, જેનાથી લોકો સરળતાથી પોતાની પીઠ પગની આંગળીઓ અને ઘુંટણને એડજસ્ટ કરીને યોગ્ય રીતે બેસી શકશે.

જ્યારે સત્યજીત દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, દૃષ્ટિહિન લોકો પણ સરળતાથી આ ટોયલેટનો ઉપયોગ કરી શકશે. જે લોકો પગની આંગળી પર બેસે છે તેમની પાસે તેમણે ટેસ્ટિંગ કરાવ્યું હતું. સત્યજિત જણાવ્યું છે કે, SquatEase નું ટેસ્ટિંગ માટે તેઓ એવા લોકોની પાસે ગયા હતા, જે પગની આંગળીઓ પર બેસીને ટોયલેટ નો ઉપયોગ કરી રહ્યા હતા.

સત્યજિત દ્વારા ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટમાં પ્રોડક્ટનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. ઘુંટણનાં દુખાવાની ફરિયાદ વાળા લોકોએ ઉપયોગ કર્યો અને તેનું પરિણામ પોઝિટિવ આવ્યું છે. જે લોકો કોઈ ચીજને પકડીને બેસતા હતા તેમને પણ આ પ્રોડક્ટ યોગ્ય લાગી છે. સત્યજીતને આ ટોઇલેટ બનાવવામાં ૨ વર્ષ અને ૧૦ લાખ રૂપિયાનું રોકાણ કરવું પડ્યું હતું.

સત્યજિત દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ૨૦૧૮ માં મે વર્લ્ડ ટોયલેટ ઓર્ગેનાઇઝેશન સિંગાપોરની સાથે Collaborate ને કર્યું હતું અને ઓક્ટોબર ૨૦૧૮ માં પ્રોડક્ટ માર્કેટમાં પહોંચી પણ ગઈ હતી. એક મીડિયા રિપોર્ટ મુજબ ટોયલેટની કિંમત ખુબ જ ઓછી રહેલી છે. આ ટોયલેટ ની કિંમત માત્ર ૯૯૯ રૂપિયા છે. સત્યજિતને પોતાના ઇનોવેશન માટે સ્વચ્છ ભારત દિવસ ૨૦૧૮ પર “સ્વચ્છ Innovation of 2018” નું ટાઈટલ મળ્યું હતું. તેની સાથે પ્રયાગરાજ કુંભ ૨૦૧૯ માં ૫,૦૦૦ SquatEase ને લગાવવામાં આવ્યા હતા.

Scroll to Top