સુરતમાં રત્નકલાકારની 3 મિત્રો દ્વારા કરવામાં આવી હત્યા, આ રીતે ખેલાયો હતો ખૂની ખેલ

સુરતના અમરોલી વિસ્તારમાં રત્નકલાકારની હત્યાનો એક કિસ્સો સામે આવ્યો છે. આ રત્નકલાકારને તેના જ ત્રણ જેટલા મિત્રો દ્વારા બે વર્ષ અગાઉ થયેલા ઝઘડાની અદાવતમાં થાપાના ભાગે સાત જેટલા ઘા મારીને હત્યા કરી લાશ ફેંકી દેવામાં આવી હતી.

મિત્રો સાથે દારૂ પીધા બાદ થયેલા ઝઘડામાં આ રત્નકલાકારની હત્યા કરવામાં આવી છે. પોલીસ દ્વારા આ બાબતમાં એક યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે મૃતક બે બાળકોનો પિતા હતો અને આ હત્યાના પગલે તેના બે બાળકોએ પિતાની છત્ર છાયા ગુમાવી દીધી છે.

આ ઘટના કંઇક આ પ્રકાર બની હતી કે, સુરતના અમરોલી વિસ્તારમાં ગતરોજ મોડીરાત્રીના એક રત્નકલાકાર યુવકની થાપાના પાછળના ભાગે સાત જેટલા ઘા મારી હત્યા કરાયેલી લાશ મંદિરના ગેટ પાસેથી મળી આવી હતી. તેમ છતાં ઘટનાની જાણકારી મળતા જ પોલીસે ઘટના સ્થળે દોડી આવી આ બાબતમાં તપાસ શરૂ કરી દીધી હતી. સુરતમાં હત્યાની ઘટનાને લઈને અમરોલી વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસ દ્વારા તપાસ કરતા મરનાર યુવાનનું નામ સનોજ હોવાનું જાણવા મળ્યું હતું.

જ્યારે શનિ ભાઈઓ સાથે સંયુક્ત પરિવારમાં રહેતો હતો અને નોકરી કરી પોતાની પત્ની અને બાળકોનું ગુજરાન ચલાવી રહ્યો હતો. સની મિત્રો સાથે ફરવા નીકળ્યો હતો. જ્યારે રાત્રીના 9 વાગ્યે તેની લાશ મળી આવતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી જેમાં જાણકારી મળી આવી છે કે તે મૂળ બિહારનો રહેવાસી છે. 10 વર્ષથી સુરતમાં વસવાટ કરે છે. 2 વર્ષ અગાઉ સનોજ નામ ના વ્યક્તિ દ્વારા ગાળા ગાળી કરતા વાત ઝઘડા સુધી પહોંચી ગઈ હતી. લગભગ 3 વખત સનોજે ઝઘડો કર્યો હતો.

રવિવારની રાત્રે સનોજ પણ ભાઈ શનિ સાથે જ રહેલો હતો. તેણે જ શનિની હત્યા કરી લાશને મંદિરના ગેટ બહાર ફેંકી દીધી હોય તેની જાણકારી મળતાં પોલીસ દ્વારા મિત્રો સાથે ફરવા અને દારૂ પીવા ગયો હતો તે ત્રણમાંથી એક મિત્રની ધરપકડ કરી લેવામાં આવી હતી. તેમ છતાં બીજી બાજુની અત્યારની જાણકારી મળતા જ પરિવાર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યું અને શનિનો મૃતદેહ જોઈને પરિવાર શોકમાં છવાઈ ગયો છે.

2 વર્ષ અગાઉ સનોજ નામ ના વ્યક્તિએ ગાળા ગાળી કરતા વાત ઝઘડા સુધી પહોંચી ગઈ હતી. લગભગ 3 વખત સનોજે ઝઘડો કર્યો હતો. રવિવારની રાત્રે સનોજ પણ ભાઈ શનિ સાથે જ રહેલો હતો. એણે જ શનિ શર્માની હત્યા કરી લાશને મંદિરના ગેટ બહાર ફેંકી દીધી હોય તેવું સામે આવ્યું હતું. અમરોલી પોલીસ દ્વારા હાલ શનિના હત્યા કેસમાં એકની અટકાયત કરી તપાસ હાથ ધરવામાં આવી છે. શનિ પરિણીત હતો અને બે બાળકોનો પિતા હોવાનું પોલીસ દ્વારા કહેવામાં આવ્યું હતું.

હત્યા પાછળ હજી કોઈ યોગ્ય કારણ જાણવા મળ્યું નથી તેમ છતાં આ ઘટનાને લઇને સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયેલો છે ત્યારે પરિવાર પોતાના યુવાન પુત્રના મોતને કારણે શોકમાં છે. બીજી તરફ પોલીસ આ બાબતમાં એક આરોપીની ધરપકડ બાદ અન્ય બે મિત્રો ધરપકડની કવાયત હાથ ધરી છે.

Scroll to Top