સાચા પ્રેમની જીત: દીકરીનો પ્રેમી સાથેનો video વાયરલ થતાં પરિજનોએ કરાવી દીધા લગ્ન, જાણો શું હતો મામલો

મધ્ય પ્રદેશના બૈતૂલમાં અંતે પ્રેમ કરનારા જોડાની જીત થઈ હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. યુવતીના પરિવારના સભ્યોએ જ પોતાની દીકરીના લગ્ન તેના પ્રેમી સાથે કરાવી દીધા હોવાની ઘટના સામે આવી છે. સોમવારના તમામ રીતિ-રિવાજની સાથે દીકરી અને તેના પ્રેમના વિવાહ સંપન્ન કરવામાં આવ્યા છે.

મૂળ ત્રણ દિવસ પહેલા બૈતૂલના ગંજ વિસ્તારમાં પોતાની બહેને પ્રેમ લગ્ન કરતા નારાજ એક યુવકે જાહેર રસ્તા ઉપર જ જોરદાર ધમાલ કરી હતી. યુવકે પોતાના ત્રણ દોસ્તોની સાથે મળી પોતાની જ બહેનને રસ્તા પર વાળ પકડીને ખૂબ જ અમાનવીય રીતે ઘસડેવામાં આવી હતી અને બળજબરીથી પોતાની સાથે લઈ જવામાં આવી હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ વાત ગંભીર બની ગઈ હતી.

પોલીસને આ બાબતમાં જાણ થતા જ તેમણે તેની ગંભીર નોંધ લઈ 24 કલાક સુધી તપાસમાં લાગેલી રહી હતી. પોલીસ દ્વારા બહેન સાથે અભદ્ર વ્યવહાર કરનાર અને તેની સાથે મારપીટ કરવાની બાબતમાં તેના ભાઈ અને ત્રણ અન્ય લોકોની ધરપકડ કરી લેવામાં આવી હતી. બીજી તરફ, યુવતીના પરિજનોએ તેના પ્રેમી સાથે જ તમામ રીતિ-રિવાજ મુજબ ફરી લગ્ન કરાવી દેવામાં આવ્યા હતા.

મુળ ગંજ પોલીસ સ્ટેશનના બોરદેહીની રહેવાસી માધુરી રઘુવંશી પોતાના બોયફ્રેન્ડ પપ્પૂ સાથે ચૂપચાપ વિવાહ કરી એક હોટલમાં પણ રોકાઈ ગઈ હતી. આ દરમિયાન તેનો ભાઈ દુર્ગેશ પોતાના ત્રણ મિત્ર સુરેશ, નીલેશ અને અર્જુનની સાથે ત્યાં પહોંચી ગયા હતા. ભાઈએ પોતાની બહેનના વાળ પકડીને તેને ખરાબ રીતે ઘસડીને જમીન પર પાડી દીધી હતી. ત્યારબાદ યુવતીને ત્રણ દોસ્તોની સાથે બળજબરીથી બાઇક પર બેસાડીને પોતાની સાથે લઈને ચાલ્યો ગયો હતો.

આ સમગ્ર પ્રકરણને એક યુવક દ્વારા પોતાના મોબાઇલ કેમેરામાં શૂટ કરી દેવામાં આવ્યો હતો. આ વીડિયો બાદ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. બૈતૂલ પોલીસના જણાવ્યા અનુસાર, યુવતીના ભાઈ અને ત્રણ મિત્ર વિરુદ્ધ મામલો નોંધીને તેની ધરપકડ કરી લેવાઈ છે. બીજી તરફ, યુવતીના બાકી પરિવારના સભ્યોએ પારિવારિક સહમતિથી તેમના સન્માનપૂર્વક લગ્ન કરાવી તેને સાસરે વળાવી દેવામાં આવી છે.

Scroll to Top