સુરતમાં ઇન્સ્ટાગ્રામ પર યુવકને તસ્વીરો મોકલ્યા બાદ બ્લેકમેઈલ થતા યુવતીએ ચુકવવા પડ્યા હજારો રૂપિયા

સુરત શહેરમાંથી એક સગીર વિદ્યાર્થિને બ્લેકમેઈલ કરવાની ઘટના સામે આવી છે. સગીર વિદ્યાર્થિની સાથે મિત્રતા કરી તેની અર્ધનગ્ન તસ્વીરો પ્રાપ્ત કરી બ્લેકમેઇલ કરવાની ફરિયાદ સુરત પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે.

જેમાં એક યુવાન દ્વારા ઇન્સ્ટાગ્રામ પર જહાંગીરપુરાની સગીરા સાથે મિત્રતા કરીને તેને પ્રેમજાળમાં ફસાવવામાં આવી હતી. ત્યાર બાદ સગીરા પાસે ફોટા મંગાવ્યા અને તેને બ્લેકમેઈલ કરવાનું શરુ કરી નાખ્યું હતું. વિદ્યાર્થિની બદનામીથી બચવા ઘરેથી રૂપિયાની ચોરી કરીને યુવાનને આપવાનું શરુ કરી દીધું હતું. અંતે સગીરાના પરિવારજનોએ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરતા પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઉગત કેનાલ રોડ પર આવેલી જાનકી રેસિડેન્સીમાં રહેનાર ધ્રુવ પ્રકાશ સુરતી દ્વારા ઈન્સ્ટગ્રામ પર એક સગીરા સાથે મિત્રતા કરવામાં આવી હતી. ત્યાર બાદ પોતે સગીરાને પ્રેમ કરતો હોવાનું કહીને તેના પણ ફોટા મંગાવ્યા હતા. જેથી સગીરા દ્વારા તેનો અર્ધનગ્ન ફોટો સોશિયલ સાઇટ વડે ધ્રુવને મોકલવામાં આવ્યો હતો.

ત્યાર બાદ ધ્રુવ દ્વારા સગીરાના આ ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપીને પૈસા પડાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. ભયના કારણે સગીરા પોતાના જ ઘરમાંથી રોકડની ચોરી કરવા લાગી હતી અને પછી ધ્રુવ સુરતીને આપવા પણ લાગી હતી.

તેના પછી સગીરાએ ધ્રુવને બ્લોક પણ કરી દીધો હતો. પછી ધ્રુવે તેના મિત્રની આઈડી પરથી સગીરાને હેરાન કરવાનું શરુ કર્યું હતું અને બ્લેકમેઇલ કરી બીજા 15 હજાર પડાવી લીધા હતા. સગીરાએ તેને પણ બ્લોક નાખ્યો હતો. પછી ધ્રુવ દ્વારા સગીરાના પિતરાઈ બહેનના માધ્યમથી તેનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પિતરાઈ બહેનને જાણ નહોતી કે ધ્રુવ તેની સાથે શું વાત કરે છે. ધ્રુવ દ્વારા ફરી બ્લેકમેઇલ કરતા સગીરાએ બીજા 25 હજાર આપી દીધા હતા.

જ્યારે આટલા રૂપિયા લીધા હોવા છતાં પણ ધ્રુવ દ્વારા બ્લેકમેઇલિંગ સતત ચાલુ રાખવામાં આવ્યું હતું. અંતે બ્લેકમેઇલિંગને કારણે સગીરા ડિપ્રેશનમાં આવી ગઈ હતી. ઘરમાં કોઈ સાથે વાત પણ કરતી નહોતી. પોતાના રૂમમાં જ રહેવા લાગી હતી. સમયસર જમતી પણ નહોતી. તે ભયભીત પણ થઈ ગઈ હતી. સગીરા સતત આત્મહત્યાનો વિચાર પણ કરવા લાગી હતી. ત્યાર બાદમાં તે બે દિવસ અગાઉ ઘરથી ગુમ પણ થઈ હતી.

સગીરા ઘરથી ગુમ થઈને સોસાયટીના બગીચામાં બેસી રહેવા લાગી હતી. બીજા જ દિવસે પરિવારને સગીરા મળી પણ ગઈ હતી. પરિવારજનો દ્વારા ગુમ થવાનું કારણ પૂછવામાં આવતા સગીરાએ સમગ્ર હકીકત કહી દીધી હતી. તેના પાછી સગીરાના પરિવારે ધ્રુવ સુરતી અને તેના મિત્ર વિરુદ્ધ ખંડણી અને પોક્સો એક્ટ હેઠળ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી દીધી છે.

Scroll to Top