હિંમતનગરની સિવિલમાં એક વિચિત્ર કેસ સામે આવ્યો છે. જેમાં શરીરથી બહાર હૃદય સાથે એક બાળકનો જન્મ થયેલ છે. જેનો સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયેલ છે. જેના કારણે લોકોમાં કુતૂહલ સર્જાયેલું છે. તબીબો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે, 10 લાખે આવો 1 કેસ સામે આવતો હોય છે. હિંમતનગરની સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગમાંથી આ ઘટના સામે આવી છે.
આ બાબતમાં જાણકારી સામે આવી છે કે, હિંમતનગર સિવિલ હોસ્પિટલના ગાયેનક વિભાગમાં મંગળવારના શરીરની બહાર હૃદય સાથે એક નવજાત બાળકનો જન્મ થયેલ છે. પરંતુ કેસને જોતા તાત્કાલિક ધોરણોએ ડોક્ટરો દ્વારા અમદાવાદ યુએન મહેતામાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું. સિવિલમાં પ્રથમ વખત આવા બાળકનો જન્મ થતાં કુતૂહલ સર્જાયું છે.
જ્યારે લોકોને આશ્ચર્ય થઈ રહ્યો છે કે, તેવી ઘટનામાં હિંમતનગર સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ. ડો. એન.એમ. શાહ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, કોઈ પણ બાળકના શરીરની બહાર હૃદય સાથે જન્મવાની સ્થિતિને એક્ટોપીઆ કો રડીસ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં 10 લાખ બાળકોમાં આવો એકાદ કેસ સામે આવતો હોય છે.
હિંમતનગરની સિવિલમાં એક અજીબો ગરીબ કેસ સામે આવ્યો છે. જેમાં શરીરથી બહાર હૃદય સાથે એક બાળકનો જન્મ થયો છે. જેનો સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. જેના કારણે લોકોમાં કુતૂહલ સર્જાયું છે. તબીબો દ્વારા જાણવા મળી રહ્યું છે કે 10 લાખે આવો 1 કેસ નોંધાતો હોય છે. pic.twitter.com/g0oyqVX573
— Gujarat Coverage (@gujaratcoverage) September 29, 2021
આ ઘટના સામે આવ્યા બાદ અમારા દ્વારા આ બાળકને યુ.એન. મહેતામાં રિફર કરવામાં આવ્યું છે. જ્યાં સર્જરી કરીને શરીરમાં યોગ્ય જગ્યાએ સ્થાપિત કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. નવજાત જન્મના થોડા સમયમાં આ ઓપરેશન કરવું જરૂરી છે. બાળક ઓપરેશન રૂમ સુધી ન પહોંચે ત્યાં સુધી હૃદયની બહારની સપાટી સૂકાઈ જાય નહી અને ઇન્ફેક્શન ન લાગે એની કાળજી ખાસ રાખવી પડે છે.
તેની સાથે હિંમતનગર સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ. ડો. એન.એમ. શાહે વધુમાં જણાવ્યું હતું કે, મહદંશે આવી સર્જરીમાં સફળતા પ્રાપ્ત થાય છે. બાળકના આ આશ્ચર્યજનક કેસમાં બાળકનાં માતા-પિતાને પણ લગભગ આ વિશેમાં જાણકારી હતી.