ત્રણ સગી બહેનોને એક જ યુવક સાથે થયો પ્રેમ, પરિવારના વિરોધ બાદ ચારેય ભાગી ગયા

અત્યારના સમયમાં પ્રેમની અલગ-અલગ કહાનીઓ સામે આવી છે, પરંતુ તાજેતરમાં સામે આવેલી પ્રેમકહાની સાંભળી તમે આશ્ચર્યચકિત થઈ જશો. ઉત્તર પ્રદેશના રામપુરમાંથી એક એવી જ પ્રેમકહાની સામે આવી છે જેમાં ત્રણ છોકરીઓને એક છોકરા સાથે પ્રેમ થયો અને તે તેની સાથે જ ભાગી પણ ગઈ હતી.

જ્યારે આ કેસમાં વિચિત્ર વાત એ પણ છે કે, ત્રણેય છોકરીઓ સંબંધમાં સગી બહેનો પણ છે અને એક જ છોકરાને પ્રેમ પણ કરે છે. આ કેસ ચર્ચામાં ત્યારે આવ્યો જ્યારે પરિવાર દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો અને ત્રણેય બહેનો એક જ પ્રેમી સાથે ઘરછોડી નાસી ગઈ હતી. આ કેસ ગામ સહિત આખા પ્રદેશમાં ચર્ચાનો વિષય બનેલ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના યુપીના અઝીમનગરથી સામે આવી છે. જ્યાં અઠવાડિયા અગાઉ ગામના એક ઘરેથી એકસાથે ત્રણ બહેનો ગુમ થઇ ગઈ હતી. ત્રણેય બહેનો ગુમ થવાનો મામલો આખા ગામ માટે ગંભીર મુદ્દો બની ગયો હતો. પરિવાર સહિત ગામના લોકોએ તેની શોધખોળ કરી પરંતુ તે મળી નહોતી. પરિવાર દ્વારા આ ઘટનાને દબાવી રાખવાનો ખૂબ પ્રયત્ન કરવામાં આવ્યો પરંતુ ધીમે-ધીમે આખા ગામ સામે મામલો ખુલીને સામે આવી ગયો હતો.

તેની સાથે આ બાબતમાં જાણવા મળી રહ્યું છે કે, ત્રણે સગી બહેનો એક જ છોકરા સાથે નાસી ગયેલ છે. જેમાં બે વયસ્ક અને એક સગીર વયની રહેલી છે. આ કેસમાં પરિવાર દ્વારા હજુ સુધી પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી જેના લીધે આ બાબતમાં પોલીસ કંઈપણ કરવામાં નિષ્ફળ રહેલી છે.

Scroll to Top