માનવતા થઈ શર્મસાર: સગા ભાઈએ બહેન સાથે કર્યું એવું નીચલી કક્ષા નું કૃત્ય કે કોર્ટ દ્વારા ફટકારવામાં આવી…

છત્તીસગઢમાં આવેલ બાલોદ જિલ્લામાં એક ભાઈ દ્વ્રારા પોતાની સગી બહેન પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. તેની બહેન ગર્ભવતી બનતા તેના ભાઈ દ્વારા તેને ધમકાવીને ચૂપ કરાવવામાં આવી હતી.

પીડિતા દ્વારા નવજાત શિશુને જન્મ આપવામાં આવ્યો તો આરોપી દ્વારા પોલીસને સૂચના આપ્યા વગર તેને દફનાવી દેવામાં આવ્યું હતું. ઘરમાં માતા-પિતા હાજર ના હોય ત્યારે આરોપી રમવાના બહાને પોતાની બહેનને રૂમમાં લઇ જતો હતો અને તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો.

ઘણી વખત શારિરીક સંબંધ બનાવ્યા બાદ પીડિતા ગર્ભવતી બની ગઈ હતી. ત્યાર બાદ પ્રસુતિની પીડા થવા પર સગીરને સરકારી હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવી હતી. જ્યારે આ દરમિયાન સગીરા દ્વારા મૃત બાળકને જન્મ આપવામાં આવ્યો હતો.

જયારે પીડિતા દ્વારા પોલીસને આપવામાં આવેલ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તે કોઇ કામ માટે ખેતરમાં ગયેલી હતી. આ દરમિયાન એક અજાણ્યા વ્યક્તિ દ્વારા મો પર કપડું બાંધીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જેના કારણે તેનો માસિક ધર્મ રોકાઈ ગયો હતો. પોલીસને આ નિવેદન પર શંકા ગઈ તો તેમણે મૃત નવજાતની લાશ બહાર કાઢી અને તેનો ડીએનએ ટેસ્ટ કરાવ્યો હતો.

ત્યાર બાદ સાચી જાણકારી સામે આવી હતી. તેના પછી પીડિતાએ જણાવ્યું છે કે, ભાઈના ભય અને સમાજમાં ટિકા થવાના કારણે તેણે ખોટી જાણકારી પોલીસને આ અંગે આપવામાં આવી હતી. ત્યાર બાદ પોતાના માતા-પિતાને ભાઈની કરતૂતને જણાવી દીધી હતી. આ કેસ કોર્ટમાં પહોંચતા આરોપી ભાઈને 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે.

Scroll to Top