પૈસા માટે એક માતાએ પોતાના માસૂમ બાળક સાથે આવું કૃત્ય કર્યું, જે સાંભળીને હ્રદયસ્પર્શી થશે. મામલો એટલો ખતરનાક હતો કે ઘટના સામે આવ્યા બાદ માતાની ધરપકડ કરવામાં આવી છે. અને તેના આ બાળકને બાળ સંભાળમાં મોકલવામાં આવ્યું છે. આ માતા ફક્ત 1 પાઉન્ડ (100 રૂપિયા) માટે તેના જીવતા બાળકને દરરોજ મમીમાં બદલી દેતી હતી.
ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તા નજીક દક્ષિણ તંગરેંગમાં રહેતી આ માતા તેના 10 મહિનાના દીકરાને રોજ ભિખારીઓને ભાડે આપતી હતી. ભિખારીઓ મમી જેવો દેખાવ આપવા માટે બાળકના આખા શરીરને ચાંદીના રંગથી રંગાવતા અને પછી તેને સ્થિર રાખતા અને રસ્તા પર બેસીને તેના નામે ભીખ માંગતા હતા. આ બધાના બદલામાં, માતાને દરરોજ 1 પાઉન્ડ એટલે કે 20 હજાર ઇન્ડોનેશિયન રૂપિયા (ભારતીય ચલણમાં 100 રૂપિયા) મળતા હતા. આ બાળકનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ, અધિકારીઓએ બાળ શોષણ ના આ કેસ પર કાર્યવાહી કરી હતી.
માતાપિતા પર કાર્યવાહી
ધ સનના અહેવાલ મુજબ, બાળકની માતા દરરોજ સવારે તેને ભાડે આપી દેતી હતી. આ મામલો સામે આવ્યા બાદ તે પોલીસની કસ્ટડીમાં છે. દક્ષિણ તંગરેંગના સામાજિક સેવા વિભાગના વડા વાહુનોતો લુકમાને જણાવ્યું હતું કે, “સોશિયલ મીડિયા પર બાળકનો ફોટો વાયરલ થયા બાદ અમે આ ઘટનાની જાણકારી લીધી હતી. મંત્રાલયે માતા અને બાળક બંનેનો કબજો લીધો છે. અમે બાળકના સારા ભવિષ્ય માટે કામ કરીશું. આ ઉપરાંત, અમે શોધીશું કે કયા સંજોગોમાં બાળકના માતાપિતાએ આવું કર્યું. તેમની આર્થિક સમસ્યાઓ દૂર કરવા માટે, અમે તેમને કુશળ બનાવીશું.
જણાવી દઈએ કે કોરોના મહામારી પછી રોજગારીની વધતી સમસ્યાને કારણે, ઈન્ડોનેશિયાના રસ્તાઓ પર ચાંદીના રંગથી ગંધાયેલા લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. આ લોકો તેમનું જીવન પસાર કરવા માટે ભીખ માંગે છે. જ્યારે ચાંદીના રંગથી અનેક પ્રકારની ત્વચાને લગતી સમસ્યાઓનું કારણ બની રહ્યું છે. જાહેર છે કે નાના બાળકોના સ્વાસ્થ્ય માટે તો રાસાયણિક વાળા રંગ ખૂબ જ હાનિકારક સાબિત થઈ શકે છે.