બીગ બોસ ઓટીટીમાં જોવા મળનારી અભિનેત્રી ઉર્ફી જાવેદ પોતાના લુક્સ અને આઉટફીટના કારણે ઘણી વખત ચર્ચામાં બની રહે છે. પોતાની ફેશન ચોઈસથી લોકોના હોશ ઉડાવનાર ઉર્ફી જાવેદ એક વખત ફરીથી ગજબ અંદાજમાં જોવા મળી છે.
ઉર્ફી જાવેદે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસ્વીરો શેર કરી છે. આ તસ્વીરોમાં ઉર્ફી જાવેદ હોટ પિંક કલરના ડ્રેસમાં જોવા મળી રહી છે. ઉર્ફી જાવેદની આ ડ્રેસ બોહો વાઈબ્સ આપી રહી છે.
ડીપ નેકલાઈન અને થાઈ હાઈ સ્લિટ વાળા ડ્રેસમાં ઉર્ફી જાવેદ બોલ્ડ જોવા મળી રહી છે. આ ડ્રેસની સાથે તેને હોટ પિંક કલરનો દુપટ્ટો પણ પહેર્યો છે. તસ્વીર શેર કરતા ઉર્ફી જાવેદે જણાવ્યું છે કે, તે પોતાના જન્મદિવસ માટે ઘણી ઉત્સાહિત છે.
ઉર્ફી જાવેદે ફોટોસના કેપ્શનમાં લખ્યું છે કે, “મારો જન્મદિવસ આવી રહ્યો છે. આમ તો જન્મદિવસને લઈને હું ઉત્સાહિત નથી. પરંતુ આ વખતે હું 25 વર્ષની થવાની છું. અને કોનો જન્મદિવસ ઓક્ટોબરમાં આવે છે? શું તમે પણ મારી જેમ તુલા રાશીના છો?
ઉર્ફી જાવેદે છેલ્લા દિવસો પોતાના એરપોર્ટ લુક્સના કારણે ચર્ચામાં આવી હતી. ઉર્ફી જાવેદને બ્રા ફ્લોન્ટ કરતા, મોજેની બનેલી બ્રા પહેરવા, અડધી કાપેલી ટી-શર્ટ અને બટન વગરની એરપોર્ટ પર જોવા મળી છે.
ઉર્ફી જાવેદ ઇન્સ્ટાગ્રામ પર ખૂબ એક્ટીવ છે. તે ઘણી વખત પોતાના લુક્સ અને DIY વિડીયો શેર કરતી રહે છે. તેની સાથે નવા-નવા ટ્રેન્ડસમાં પણ પોતાનો હાથ અજમાવતી રહે છે. ઘણી વખત તેમની પોસ્ટ વાયરલ પણ થાય છે.
બીગ બોસની વાત કરવામાં આવે તો શોના ઓટીટી વર્ઝનમાં ઉર્ફી જાવેદ જોવા મળી હતી. તેમ છતાં તે થોડા જ સમયમાં ઘરથી બહાર થઈ ગઈ હતી. શોમાં જીશાન ખાનની સાથે ઉર્ફી જાવેદનું કનેક્શન બન્યું હતું.