ભારતીય અર્થતંત્ર આ વર્ષે 9.5 ટકા જ્યારે વર્ષ 2022 માં 8.5 ટકાના દરે આગળ વધશે: IMF

કોવિડને કારણે થયેલા નુકસાન બાદ ભારતમાં પરિસ્થિતિ ઝડપથી સુધરી રહી છે. આગામી દિવસોમાં ભારત માટે સારા સમાચાર છે. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF) એ 2022 માં ભારતની અર્થવ્યવસ્થાને વિશ્વમાં સૌથી ઝડપથી વિકસિત થવાનો અંદાજ આપ્યો છે.

આઈએમએફ (IMF) દ્વારા મંગળવારે બહાર પાડવામાં આવેલા નવીનતમ અંદાજ મુજબ, ભારતીય અર્થતંત્ર 2021 માં 9.5 ટકા અને 2022 માં 8.5 ટકાની વૃદ્ધિની અપેક્ષા છે, જ્યારે અમેરિકામાં આ દર 2022 માં 5.2 ટકા અને ચીનમાં 5.6 ટકા સુધી વધી શકે છે.

ખાસ વાત એ છે કે ભારત અને સ્પેન સિવાય આ વૃદ્ધિ દર અન્ય કોઈ દેશમાં 6 ટકાથી ઉપર જવાનો અંદાજ નથી. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે ભારત કોવિડ માટે પોતાના લોકોને રસી આપવામાં સારી કામગીરી કરી રહ્યું છે. તે ચોક્કસપણે તેના અર્થતંત્ર માટે મદદરૂપ સાબિત થશે.

ભારતના વિકાસના અંદાજો અગાઉના અંદાજો કરતા સ્થિર રાખવામાં આવ્યા: ખબર હોય કે ભારતીય અર્થતંત્રમાં નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન 7.3 ટકાનો ઘટાડો થયો હતો. આઇએમએફના હાલના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક (WEO) એ આ વર્ષે જુલાઇમાં બહાર પાડવામાં આવેલા અગાઉના અંદાજ કરતાં ભારતના વિકાસના અંદાજોને સ્થિર રાખ્યા છે, જોકે એપ્રિલના અંદાજ કરતાં તે 1.6 ટકા ઓછો છે.

EMF અને વિશ્વ બેંકની વાર્ષિક બેઠક પહેલા બહાર પાડવામાં આવેલા હાલના WEO મુજબ, વૈશ્વિક વિકાસ દર 2021 માં 5.9 ટકા અને 2022 માં 4.9 ટકા રહેવાનો અંદાજ છે. જયારે, યુએસ અર્થતંત્ર આ વર્ષે છ ટકા અને આગામી વર્ષે 5.2 ટકાના દરે વૃદ્ધિનો અંદાજ છે. આ આગાહીઓ અનુસાર, ચીનની અર્થવ્યવસ્થા 2021 માં આઠ ટકા અને 2022 માં 5.6 ટકા વધવાની ધારણા છે.

કોવિડની બીજી લહેર બાદ ભારતીય અર્થતંત્ર ફરી આવ્યું તેજી: આઇએમએફના ચીફ ઇકોનોમિસ્ટ ગીતા ગોપીનાથે જણાવ્યું હતું કે 2021 માટે વૈશ્વિક વૃદ્ધિનો અંદાજ તેના જુલાઇના અનુમાનની સરખામણીમાં નજીવો સુધારીને 5.9 ટકા કરવામાં આવ્યો છે. 2022 માટે તે 4.9 ટકા પર યથાવત છે. ભારત માટે આ વર્ષ માટે વૃદ્ધિની આગાહીમાં અમારી પાસે કોઈ ફેરફાર નથી. મારો મતલબ છે કે ભારત ખૂબ જ અઘરી બીજી લહેરમાંથી બહાર આવ્યું છે અને જુલાઈ મહિનામાં મોટો ઘટાડો થયો હતો પરંતુ તેના વિકાસના અંદાજોમાં કોઈ ફેરફાર થયો નથી.

 

Scroll to Top