ગુજરાતમાં રાવણ દહન માટે સરકારે લીધો મોટો, આટલા લોકોની મર્યાદા સાથે મળી શરતી છૂટ

ગુજરાતમાં હાલ નવરાત્રીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 15 ઓક્ટોબરના દશેરાની ભારે ઉજવણી કરવામાં આવશે. ત્યારે દશેરાને લઈને રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા રાવણ દહન માટે શરતી છૂટ આપવામાં આવી છે.

આ અનુસાર, રાવણ દહન 400 વ્યક્તિઓની મર્યાદા સાથે ઉજવણી કરી શકાશે. મહત્વની વાત છે કે, રાજ્યમાં કોરોનાના કારણે છેલ્લાં બે વર્ષથી રાવણ દહનની ઉજવણી બંધ રાખવામાં આવી હતી.

પ્રાપ્ત રિપોર્ટ અનુસાર, તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા નાઈટ કર્ફ્યુની છૂટછાટમાં વધારો કરવામાં આવ્યો હતો. આગામી 10 નવેમ્બર સુધી રાજ્યના 8 મહાનગરોમાં નાઈટ કર્ફ્યુ વધારવામાં આવેલ છે. કોરોનાના કેસમાં ઘટાડો થતા નવરાત્રીને લીધે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, ગાંધીનગર અને ભાવનગરમાં નાઈટ કર્ફ્યુની છૂટછાટમાં વધારો કરવામાં આવ્યો હતો.

આ અનુસાર આ આઠ મહાનગરોમાં રાતના 12 થી સવારના 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ લાગુ રહેવાની પરવાનગી રહેશે. એટલે કે દિવાળીનો સમય પણ આ નાઈટ કર્ફ્યુ વચ્ચે પસાર થઈ શકે છે.
નવરાત્રીને લઈને અગાઉ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રીએ રાજ્યમાં યોજાતા ગરબા પર મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

જેમાં માત્ર શેરી ગરબા, સોસાયટી અને ફ્લેટ, દુર્ગાપૂજા, વિજ્યાદશમી ઉત્સવ, શરદપૂર્ણિમા જેવા ઉત્સવોનો આયોજનમાં 400 વ્યક્તિઓની મર્યાદામાં યોજવાની છૂટ સરકાર દ્વારા આપવામાં આવી હતી. બીજી તરફ, રાજ્યમાં વિવિધ જગ્યાએ પાર્ટી પ્લોટ, ક્લબ કે કોમર્શિયલ રીતે નવરાત્રીની ઉજવણીની પરવાનગી અપાઈ નથી.

Scroll to Top